કોરોના રસીકરણ/ પંચમહાલમાં રાજયમંત્રી નિમિષાબેન સુથારના હસ્તે આવતીકાલથી “કેર ઈન્ડિયા” સેવાનો પ્રારંભ કરાવશે

પંચમહાલ જિલ્લામાં “કેર ઇન્ડિયા” તરફથી ૧૦ ઈકોવાન અને ૧૦ મોટરસાયકલ વાહન વેક્સિનેશન કોવીડ-૧૯ રસીકરણ અભિયાન માટે અંતરિયાળ ગામોમાં દૂર સુધી જવા માટે આપવામાં આવનાર છે.

Gujarat
VACCINE 1 પંચમહાલમાં રાજયમંત્રી નિમિષાબેન સુથારના હસ્તે આવતીકાલથી "કેર ઈન્ડિયા" સેવાનો પ્રારંભ કરાવશે

પંચમહાલ જિલ્લામાં “કેર ઇન્ડિયા” તરફથી ૧૦ ઈકોવાન અને ૧૦ મોટરસાયકલ વાહન વેક્સિનેશન કોવીડ-૧૯ રસીકરણ અભિયાન માટે અંતરિયાળ ગામોમાં દૂર સુધી જવા માટે આપવામાં આવનાર છે. તા.૧૮-૧૧-૨૦૨૧ના રોજ ત્રિમંદિર ભામૈયા, તા.ગોધરા ખાતેથી માનનીય રાજયકક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના વરદ્હસ્તે શુભારંભ કરવામાં આવશે

. જે કોવીડ-૧૯ રસીકરણને વેગ આપવા માટે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર પંચમહાલ જિલ્લામાં શરૂ કરવામાં આવનાર છે. ઈકોવાનમાં ડ્રાઈવર તથા વેરીફાયર સપોર્ટ સ્ટાફ પણ મુકવામાં આવેલ છે. મોટરસાયકલ ડ્રાઈવર તથા વેરીફાયર સાથે મૂકવામાં આવેલ છે. આ મોટર સાઈકલનું નામ “ચિત્તા એકસપ્રેસ બાઈક” અને ઈકોવાનનું નામ “સંજીવની એક્સપ્રેસ” આપવામાં આવેલ છે.

જે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ઈકોવાન-૩ અને મોટરસાઈકલ-૨ તથા ઘોઘંબા તાલુકામાં ઈકોવાન-૨ અને મોટરસાઈકલ-૪ તથા હાલોલ તાલુકામાં ઈકોવાન-૨, મોરવા હડફ તાલુકામાં ઈકોવાન-૧ અને મોટરસાઈકલ-૧, શહેરા તાલુકામાં ઈકોવાન-૧, જાંબુઘોડા તાલુકામાં મોટરસાઈકલ-૨ અને કાલોલ તાલુકામાં ઈકોવાન-૧ અને મોટરસાઈકલ-૧ આપવામાં આવેલ છે. જે અંતરિયાળ વિસ્તારોમાં સેવાઓ આપવા માટે મદદગાર થશે.