Dahod/ દાહોદમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે તંત્રની લાલ આંખ, 40થી વધુ દુકાનો સીલ: વેપારીઓમાં ફફડાટ

દાહોદમાં તંત્રએ ટ્રાફિકના મુદ્દે ત્રણ શોપિંગ સેન્ટરોની 40 જેટલી દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરતા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

Gujarat Others
YouTube Thumbnail 37 દાહોદમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે તંત્રની લાલ આંખ, 40થી વધુ દુકાનો સીલ: વેપારીઓમાં ફફડાટ

Dahod News: દાહોદમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે તંત્રની લાલ આંખ વહીવટી તંત્રએ ત્રણ શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરી આંબેડકર ચોકમાં આવેલા શોપિંગ સેન્ટરની 40 થી વધુ દુકાનો સીલ કરાઈ.અવારનવાર સૂચના અને નોટિસ આપ્યા બાદ તંત્રની કાર્યવાહી.સેન્ટ્રલ પ્લાઝા,બાબજી કોમ્પલેક્ષ તેમજ એકતા કોમ્પલેક્ષની દુકાનો સીલ કરાઈ.

સરકારી કચેરીના રસ્તે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકને લઈ તંત્રની કાર્યવાહી કચેરીઓમાં આવતા રાહદારીઓને અડચણરૂપ થતી સમસ્યા મુદ્દે તંત્રનું કડક વલણ હોસ્પિટલ, બેંક તેમજ લેબોરેટરી જેવી આવશ્યક સેવાઓને બાકાત રાખી તમામ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરાઈ વહીવટી તંત્રની કામગીરીથી ફફડાટ, વેપારીઓ આવશ્યક સામાન બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા પ્રાંત અધિકારીના આદેશો અનુસાર મામલતદારની કાર્યવાહી ટ્રાફિક મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ફરિયાદો ઉઠવા પામી હતી તેને લઈને તંત્રએ સીલ મારવાની કાર્યવાહી કરતા વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.

જોકે શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગની સુવિધા ન હોય અને તેને લઈને વાહન ચાલકો રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરતા હોવાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા ત્યારે તંત્રએ લાલ આંખ કરી બપોરના સમયે ત્રણ શોપિંગ સેન્ટરોની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી પ્રાંત અધિકારી એન બી રાજપૂતના આદેશ બાદ મામલતદાર મનોજ મિશ્રા દ્રારા કરવામાં આવી હતી.

હોસ્પિટલ, બેંક તેમજ લેબોરેટરી જેવી આવશ્યક સેવાઓને બાકાત રાખી તમામ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.તંત્રએ લાલ આંખ કરી ત્રણ શોપિંગ સેન્ટરોની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી પ્રાંત અધિકારી એન બી રાજપૂતના આદેશ બાદ મામલતદાર મનોજ મિશ્રા દ્રારા કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 દાહોદમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે તંત્રની લાલ આંખ, 40થી વધુ દુકાનો સીલ: વેપારીઓમાં ફફડાટ


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ