સુરત/ કડોદરામાં ત્રીજા માળેથી મહિલા પટકાતા મહિલા મોતને ભેટી  

સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયામાં મોડી રાત્રે ત્રીજા માળથી નીચે પટકાતા મહિલાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

Gujarat Surat
YouTube Thumbnail 36 કડોદરામાં ત્રીજા માળેથી મહિલા પટકાતા મહિલા મોતને ભેટી  

@અક્ષય મકવાણા  

Surat News: સુરતમાં બાલ્કનીમાંથી પટકાતા મહિલાનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી  છે. આ ઘટના પલસાણાના તાતીથૈયાની છે. જ્યાં મોડીરાત્રે બાલ્કનીમાંથી પડી જતાં મહિલાનું મોજ નિપજ્યું છે.30 વર્ષીય માયા શિવકરણ કબીર નામની મહિલા લાઇટ જતી રહી હોવાથી ગરમી લાગતા બહારની હવા લેવા માટે બાલ્કનીમાં આવી હતી આ સમયે બેલેન્સ બગડતાં નીચે પડી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ ખાતે સોનિપાર્ક 2 માં રહેતી 30 વર્ષીય માયા શિવકરણ છેદાલાલ કુલવા કબીર નાઓ પોતાના પરિવાર માટે રાત્રી દરમિયાન  9 વાગ્યાની આસપાસ મહિલા ઘરે જમવાનું બનાવાતી હતી તે દરમિયાન વીજળી ડુલ થતા મહિલાને ગરમી લાગતા એપાર્ટમેન્ટની ગેલેરીમાં આવી હતી. જોકે રાત્રીના અંધારામાં મહિલાને સેફટી દીવાલ નહિ દેખાતા મહિલા પોતાના ફ્લેટના ત્રીજા માળેથી પટકાય હતી.

મહિલા નીચે પટકાતાની સાથે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટના બનતાની સાથે જ સ્થાનિકો એકત્ર થયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 ઘટના સ્થળે પહોંચી મહિલાને મૃત જાહેર કરી હતી. જે મામલે કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિલાના મૃતદેહ પર કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથધરી છે.


whatsapp ad White Font big size 2 4 કડોદરામાં ત્રીજા માળેથી મહિલા પટકાતા મહિલા મોતને ભેટી  


આ પણ વાંચો:‘ઉડતા વડોદરા’ બનાવવા હેરોઈન લાવનાર શખ્સની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં બન્યો હાઈ-સ્પીડ રેલનો પ્રથમ સ્ટીલ બ્રિજ

આ પણ વાંચો:સુરતમાં ધારાસભ્યએ માથાભારે બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને પત્ર લખ્યો

આ પણ વાંચો:રિપેરિંગને લઈ શાસ્ત્રી બ્રિજ 5 મહિના બંધ, ડાઈવર્ઝન અંગે ટૂંકમાં નિર્ણય