Not Set/ બનાસકાંઠા: કાંકરેજના ખારીયા ગામમાં પૂર દુર્ઘટનાનુ અેક વર્ષ પૂર્ણ થતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામા કર્યું વૃક્ષારોપણ

કાંકરેજ તાલુકાના ખારીયા ગામે વર્ષ 2017 મા આવેલા પૂરના ગોજારા પાણી એ 24 લોકોના જીવ લીધા હતા. જયારે વાત કરવામાં આવે તો એક જ કુટુંબના આ ઠાકોર પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. 17 લોકો પાણીમાં તણાવવાઈ જવાથી તેમના મોત નિપજ્યા હતા. આ ઘટનાને એક વર્ષ પૂરું થતાં કાંકરેજના રાજકીય સામાજિક આગેવાનો તેમજ ખારીયા વિસ્તારના શિવશક્તિ […]

Top Stories Gujarat Others
jhflkjshljdhljsddhljshlkjhkldsjhfkldjhkjhddlkjfhsd બનાસકાંઠા: કાંકરેજના ખારીયા ગામમાં પૂર દુર્ઘટનાનુ અેક વર્ષ પૂર્ણ થતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામા કર્યું વૃક્ષારોપણ

કાંકરેજ તાલુકાના ખારીયા ગામે વર્ષ 2017 મા આવેલા પૂરના ગોજારા પાણી એ 24 લોકોના જીવ લીધા હતા. જયારે વાત કરવામાં આવે તો એક જ કુટુંબના આ ઠાકોર પરિવાર ઉપર આભ ફાટ્યું હતું.

17 લોકો પાણીમાં તણાવવાઈ જવાથી તેમના મોત નિપજ્યા હતા. આ ઘટનાને એક વર્ષ પૂરું થતાં કાંકરેજના રાજકીય સામાજિક આગેવાનો તેમજ ખારીયા વિસ્તારના શિવશક્તિ વિદ્યાલય દ્વારા ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં આજે પ્રથમ વરસી નિમિતે 24 લોકોના આત્માની શાન્તિ અર્પણ કરવા માટે મીણબત્તીઓ સળગાવીને તેમને શ્રધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.

આપણે જણાવી દઈએ કે દિવંગત લોકોની યાદમા ગ્રામજનોએ 1100 વૃક્ષોનું વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું . 2017 ના પૂરે કાંકરેજ તાલુકાના કેટલાય ગામોને તહેસ-નહેસ કરી ઉજ્જડ કરી નાખી વીરાન કરી દીધા હતા. આ દુર્ઘટનામાં કાંકરેજનાં કુલ 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ પ્રસંગમાં ત્યારે કોઈ નાત જાતના ભેદભાવો વિના એકબીજાના પરસ્પર મદદ કરી માનવતાના દર્શન થયા હતા.

પ્રસંગે કાંકરેજ મામલદાર સજનસિંહ ચૌહાણ,તાલુકા પ્રમુખ વરધીલાલ પ્રમુખ,યુવા મોરચાના પ્રમુખ જેણુભા વાઘેલા,જીલ્લા સદસ્ય પુરણસિંહ વાઘેલા, ભુભતાજી ઠાકોર તેમજ બીજાપણ જીલ્લા સદસ્ય અને તાલુકા સદસ્ય હાજર રહ્યા હતા. તેમજ મહાકાલ જીલ્લા ઉપ પ્રમુખ સૈલેન્દ્રસિંહ વાઘેલા, કોગ્રેસ આગ્રણી ડી ડી જાલેરા, તેમજ ભાજપ કોગ્રેસ તેમજ સંગઠનોના કાર્યકર્તા મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. આ શુભ પ્રસંગમા ખારીયા તેમજ આજુ બાજુના ગામના લોકો તેમજ ખારીયાની પે.કેન્દ્ર શાળા અને શિવશક્તિ વિદ્યાલયના બાળકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

આ પ્રસંગમાં કાંકરેજનાં મામલદાર સજનસિંહ પણ હાજર રહ્યા હતા. જેમણે આ પ્રસગમાં દિવંગત લોકોની આત્માને શાંતિ આપીને તેમના પરિવારજનોને શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગમાં જીલ્લા સદસ્ય પુરણસિહ વાઘેલા પણ હાજર રહ્યા હતા. જેમને શ્રદ્ધાંજલી આયોજન દરમિયાન દુર્ઘટનામાં પરલોકવાસી થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને દિવંગત લોકોના કુટુંબીજનોને હિમ્મત આપવા પ્રાથના કરી હતી.

સમગ્ર કાંકરેજની જનતા અા મૃતાત્માઓને શ્રદ્ધા-સુમન અર્પણ કરવા અને મૃતકોના પરિવારના સભ્યોને સાંત્વના આપવા ઉમટી પડયા હતા.