Dang/ ડાંગમાં એક સાથે 20 જેટલા બાળકોની તબિયત લથડી, સુબિરના CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા

સુબિર તાલુકાના ઉગામાં એક બનાવ બન્યો જેમાં 20 જેટલા બાળકો અજાણતા રતનજ્યોતના બીજ ખાઈ જતાં તેમને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી.

Gujarat Others
YouTube Thumbnail 35 ડાંગમાં એક સાથે 20 જેટલા બાળકોની તબિયત લથડી, સુબિરના CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા
  • ડાંગઃ સુબિરના ઉગા ગામમાં 20 જેટલા બાળકોમાં ફૂડ પોઇઝનિંગ
  • કેટલાક બાળકોએ રતનજ્યોતના બી ખાઈ લેતા
  • ફૂડ પોઇઝનિંગની અસર થતા સુબિરના CHC ખાતે ખસેડાયા

Dang News: ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ઉગા ગામના કેટલાક બાળકોએ રતનજ્યોતના બી ખાઈ લેતા તેમને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. આ બનાવ બન્યા બાદ બાળકોને સુબિર સ્થિત CHC ખાતે ખસેડયા હતા.

શુક્રવારે તારીખ 6 ઓક્ટોબર 2023 ના રોજ સાંજે સાડા આઠ વાગ્યાના સુમારે સુબિર તાલુકાના ઉગા ગામમાં એકસાથે 20 બાળકો અચાનક બીમાર પડતાં તંત્ર દોડતું થયું હતું. બાળકોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમણે કોઈ વનસ્પતિના બીજ ચાખ્યા બાદ તે સ્વાદિષ્ટ લાગતાં મોટી માત્રામાં ખાધા હતા.

આ બનાવની જાણ થતાં ડાંગ કલેકટર મહેશ પટેલે સંબંધિત તબીબો, અધિકારીઓ સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામિત પાસેથી બનાવની ઝીણવટભરી વિગતો મેળવી, તમામ બાબતે અંગત કાળજી લેવાની સૂચના આપી હતી.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આહવા સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત સાથે સુબિર CHCની મુલાકાત લઈ સારવારના નિરીક્ષણ સાથે સ્થાનિક તબીબોને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. અસરગ્રસ્ત બાળકોને બાળકોની તબિયત વિશે માહિતી આપી હોસ્પિટલમાં  દાખલ તમામ બાળકો ભયમુક્ત હોવાનું પણ તબીબોએ ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 ડાંગમાં એક સાથે 20 જેટલા બાળકોની તબિયત લથડી, સુબિરના CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા


આ પણ વાંચો:‘ઉડતા વડોદરા’ બનાવવા હેરોઈન લાવનાર શખ્સની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં બન્યો હાઈ-સ્પીડ રેલનો પ્રથમ સ્ટીલ બ્રિજ

આ પણ વાંચો:સુરતમાં ધારાસભ્યએ માથાભારે બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને પત્ર લખ્યો

આ પણ વાંચો:રિપેરિંગને લઈ શાસ્ત્રી બ્રિજ 5 મહિના બંધ, ડાઈવર્ઝન અંગે ટૂંકમાં નિર્ણય