સરકારી શિક્ષણ/ ગુજરાતની 40 ટકા સરકારી સ્કૂલોમાં આ વર્ષે પહેલા ધોરણમાં સમખાવા પૂરતો એક વિદ્યાર્થી નહીં હોય

સરકારની શિક્ષણ નીતિમાં ફેરફાર થવાના લીધે રાજ્યની લગભગ 40 ટકા સરકારી સ્કૂલોના પહેલા ધોરણમાં આ વર્ષે સમખાવા પૂરતો એક વિદ્યાર્થી પણ નહી હોય. અમદાવાદની 232 સરકારી સ્કૂલ સહિત રાજ્યની 12,336 સ્કૂલોમાં પણ આ જ સમસ્યા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 1 4 ગુજરાતની 40 ટકા સરકારી સ્કૂલોમાં આ વર્ષે પહેલા ધોરણમાં સમખાવા પૂરતો એક વિદ્યાર્થી નહીં હોય

ગાંધીનગરઃ સરકારની શિક્ષણ નીતિમાં ફેરફાર થવાના લીધે રાજ્યની લગભગ 40 ટકા સરકારી સ્કૂલોના પહેલા ધોરણમાં આ વર્ષે સમખાવા પૂરતો એક વિદ્યાર્થી પણ નહી હોય. અમદાવાદની 232 સરકારી સ્કૂલ સહિત રાજ્યની 12,336 સ્કૂલોમાં પણ આ જ સમસ્યા છે. આ રીતે જોઈએ તો સરકાર સંચાલિત કે સરકારી સહાયથી ચાલતી કુલ 31,700 સરકારી સ્કૂલમાંથી લગભગ 40 ટકા સરકારી સ્કૂલોના પહેલા ધોરણમાં સમખાવા પૂરતો કોઈ વિદ્યાર્થી નથી. બીજા શબ્દોમાં કહીએ તો દર દસ સરકારી સ્કૂલમાંથી દર ચાર સરકારી સ્કૂલમાં પહેલા ધોરણમાં આ વર્ષે કોઈ વિદ્યાર્થી પ્રવેશ નહીં મેળવે.

આની પાછળનું કારણ એ છે કે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવાના નિયમોમાં થયેલો ફેરફાર છે. નવા નિયમ મુજબ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનારા બાળકે પહેલી જુનના રોજ છ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. આ નિયમ નવી શિક્ષણ નીતિ મુજબ 2020માં આવ્યો હતો, પરંતુ કોરોનાના લીધે તેનો અમલ બે વર્ષ મુલતવી રહ્યો હતો.

તેથી વચગાળાની વ્યવસ્થા તરીકે રાજ્ય સરકારે કેજી-ટુ અને ક્લાસ-વનની વચ્ચે બાલવાટિકા રજૂ કરી હતી. આ વર્ષે સાડા સાત લાખ વિદ્યાર્થીઓએ બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો હોવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો અંદાજ છે. સરકારના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ સરકારની લગભગ 39 ટકા જેટલી અને ખાનગીમાં 14 ટકા જેટલી સ્કૂલોમાં પહેલા ધોરણનો એકપણ વિદ્યાર્થી નહી હોય. બીજા શબ્દોમાં કહીએ તો ખાનગીમાં 10,000થી વધુ ખાનગી સ્કૂલોમાંથી 1,400 જેટલી સ્કૂલોમાં પહેલા ધોરણનો વિદ્યાર્થી નહી હોય.

દર વર્ષે પહેલા ધોરણમાં દસ લાખ વિદ્યાર્થી એડમિશન લેતા હોય છે. તેથી આ વખતે 3.18 લાખ જેટલા વિદ્યાર્થીઓ જ પ્રવેશ લેશે. જ્યારે 7.45 લાખને કેજી-ટુમાંથી બાલવાટિકામાં લઈ જવાશે. તેમા સરકારી સ્કૂલોના 5.2 લાખ અને ખાનગી સ્કૂલોના 1.2 લાખ વિદ્યાર્થી હશે.

નિષ્ણાતોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયના લીધે 2033 અને 2035માં દસમા અને બારમા ધોરણની વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. જો કે સીબીએસઇ સ્કૂલનો અભ્યાસક્રમ અપનાવનારી સ્કૂલોના વિદ્યાર્થીઓ પર તેની ખાસ અસર નહીં પડે. અહીં તો છેલ્લા કેટલાક વર્ષથી છ વર્ષે જ પહેલા ધોરણમાં પ્રવેશનો નિયમ અમલી છે.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતની 40 ટકા સરકારી સ્કૂલોમાં આ વર્ષે પહેલા ધોરણમાં સમખાવા પૂરતો એક વિદ્યાર્થી નહીં હોય


આ પણ વાંચોઃ America/ અમેરિકામાં ભારતીય મૂળના પરિવારની હત્યા? ઘરમાંથી દંપતી અને બે બાળકોના મળ્યા મૃતદેહ

આ પણ વાંચોઃ Asian Games 2023/ એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ, મેડલની સદી ફટકારી

આ પણ વાંચોઃ Vastu Tips/ તહેવારના દિવસોમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, બની શકે છે દુર્ભાગ્યનું કારણ