Not Set/ અમદાવાદ/ એક કા ડબલની લાલચ આપી આચરવામાં આવી છેતરપિંડી

  કોરોના વાયરસનાં કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે ત્યારે આ મહામારીથી સર્જાયેલી મુસિબતનાં સમયે પણ અમુક લોકો છેતરપિંડી કરવાનુ ભૂલ્યા નથી. અમદાવાદ શહેરનાં બાપુનગર વિસ્તારમાં એક કા ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપીંડી આચારી હોવાનો બનાવ સામે આવ્યો છે. રુબી કો ઓપરેટીવ સોસાયટી સાથે સંકળાયેલ 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદનાં બાપુનગર પોલીસ […]

Ahmedabad Gujarat
d00e007838bac8b5a3ceae132b29a8f4 અમદાવાદ/ એક કા ડબલની લાલચ આપી આચરવામાં આવી છેતરપિંડી
d00e007838bac8b5a3ceae132b29a8f4 અમદાવાદ/ એક કા ડબલની લાલચ આપી આચરવામાં આવી છેતરપિંડી 

કોરોના વાયરસનાં કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે ત્યારે આ મહામારીથી સર્જાયેલી મુસિબતનાં સમયે પણ અમુક લોકો છેતરપિંડી કરવાનુ ભૂલ્યા નથી. અમદાવાદ શહેરનાં બાપુનગર વિસ્તારમાં એક કા ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપીંડી આચારી હોવાનો બનાવ સામે આવ્યો છે. રુબી કો ઓપરેટીવ સોસાયટી સાથે સંકળાયેલ 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદનાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની સ્કીમનું કહીને છેતરપિંડી કરવાનો બનાવ સામે આવ્યો છે. ઇન્ડિયા કોલોનીમાં આવેલી રુબી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીનાં માલિક લોકોએ શખ્સ સાથે 2 લાખ 62 હજારની છેતરપિંડી આચરી છે. બાપુનગરમાં રહેતા અવનીત લાખાણી નામનાં વ્યક્તિએ  2012 થી 2014 સુધીમાં કુલ 2 લાખ 62 હજારની રકમ ભરી હતી. રુબી કોઓપેરિવ ક્રેડિટ સોસાયટીનાં સંચાલક  હરિદાસ મનસુખભાઈએ 12.5 નાં વ્યાજ સાથે 5 વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની વાત કરી હતી. 2018 માં રૂપિયા પકવાનો સમય થતા ક્રેડિટ સોસાયટીએ જાન્યુઆરી 2018 માં 90 હજાર જેટલા રૂપિયા પરત આપ્યા, તે સિવાય કોઈ રકમ ફરિયાદી અવનીત લાખાણીને પરત ન આપ્યા. ફરિયાદી દ્વારા વધુ તપાસ કરતા તેમને જણાવવામાં આવ્યું કે મુખ્ય ઓફિસ અજમેર ખાતે છે, અમદાવાદની તમામ બ્રાન્ચ બંધ કરી દેવામાં આવી છે.

જોકે આ એક કા ડબલ કેસમાં હાલ એક બે બનાવ જ સામે આવ્યા છે પણ આ કૌભાંડમાં અનેક લોકોએ તેમના પૈસા ગુમાવ્યા હોઈ શકે અને તેને જ લઈને બાપુનગર પોલીસની એક ટીમ રાજસ્થાનનાં અજમેર મોકલવામાં આવી છે. જોકે ટીમ ત્યાં પહોંચતા અજમેર અને આસપાસ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ રુબી ક્રેડિટ સોસાયટી સામે છેતરપિંડીની ફરિયાદો કરવામાં આવી છે તેવું બહાર આવ્યું હતું. અલગ અલગ રાજ્યોમાં છેતરપિંડીનો જાળ ફેલાયેલો હોઇ શકે, અને અન્ય કેટલા લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવી છે તે અંગે 5 લોકો સામે  બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.