આગ/ નારોલમાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગી આગ, ફાયરની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ

અમદાવાદમાં જાણે આગ લાગવાના કિસ્સા ખુબજ સામાન્ય બની ગયા છે. રવિવારની વહેલી સવારે જુહાપુરાના ચાર રસ્તા પાસેની પાંચ દુકાનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા

Ahmedabad Gujarat
aag નારોલમાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગી આગ, ફાયરની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ

@રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

અમદાવાદમાં જાણે આગ લાગવાના કિસ્સા ખુબજ સામાન્ય બની ગયા છે. રવિવારની વહેલી સવારે જુહાપુરાના ચાર રસ્તા પાસેની પાંચ દુકાનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ફાયરજવાનોએ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એક કલાકસુધીસતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યું હતું. જોકે, આજે ફરી અમદાવાદમાં આગ લાગવાની ઘટના સામને આવી હતી.

Fire In Oil Factory Warehouse - आयल फैक्टरी के गोदाम में लगी आग | Patrika  News

અમદાવાદના નારોલ વિસ્તારમા આવેલી કોજી હોટેલ નજીક કારખાનામાં આગ લાગવાની ઘટના બની. નૂર નગરમાં પ્લાસ્ટિકના કારખાનમાં આગ લાગવાનું મેસેજ ફાયર કંટ્રોલને પ્રાપ્ત થતા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવાની કોશિશ કરી હતી.

WhatsApp Image 2021 01 25 at 6.07.19 PM નારોલમાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગી આગ, ફાયરની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ

ફાયરજવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાની બનતા ટળી હતી. જોકે, સદનસીબે સમગ્ર બનાવમાં કોઈ જાનહાની ન થતા ફાયરની ટીમે હાશકારો કર્યો હતો.આગ લાગવાનું કારણ તાપસવા ફાયરની ટીમ દ્વારા તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…