Gandhinagar/ સ્થાનિક સ્વારાજ્ય ની ચૂંટણીઓ જાહેર થતા જ સચિવાલય સુમસામ

સ્થાનિક સ્વારાજ્ય ની ચૂંટણીઓ જાહેર થતા જ સચિવાલય સુમસામ

Top Stories Gujarat Others
congress 10 સ્થાનિક સ્વારાજ્ય ની ચૂંટણીઓ જાહેર થતા જ સચિવાલય સુમસામ

@વિરેન મહેતા, ગાંધીનગર.

શનિવારે સ્થાનિક સ્વારાજ્ય ની ચૂંટણી ઓ જાહેર થતાંજ સમગ્ર રાજ્યમાં રાજકીય પક્ષઓમાં ચહલપહલ વધી ગઈ છે. બીજીબાજુ મંત્રીઓ પણ ચૂંટણી કાર્યમાં વ્યસ્ત થઈ પોતાને આપેલી જવાબદારીઓમાં લાગી ગયા છે. જેથી મંત્રી કાર્યાલયો સુમસામ થઈ ગયા છે.

જ્યાં મુખ્યમંત્રી સહિતના સમગ્ર પ્રધાન મંડળ બેસે છે એવા સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં ખૂબ જ પાખી હાજરી જોવા મળી રહી છે. આજે સોમવાર એટલેકે મુલાકાતીઓ નો દિવસ હોવા છતાં ખૂબ ઓછી સંખ્યામાં મુલાકાતીઓ જણાઈ રહ્યા હતા. જો કે દૂર દૂર થી રાજયના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા મુલાકાતીઓને ધરમનો ધક્કો પડ્યો હતો. મોટાભાગના પ્રધાનો આજે જેતે જિલ્લામાં અથવા પોતાના મતવિસ્તારમાં હોવાને કારણે મુલાકાત ના દિવસે પણ અનેક લોકોને નિરાશા નો સામનો કરવો પડ્યો હતો.

*બોર્ડ નિગમો ની કચેરી માં મિનિવેકેશન*

સરકારી કચેરીઓના વડા જ્યાં બેસે છે એવા જુના સચિવાલય એટલે કે ડો.જીવરાજ મહેતા ભવન પણ જાણે નિરાંત ની પળો માણી રહ્યું હોય તેવું જણાતું હતું. ચોથા શનિવાર પછી માત્ર સોમવારની એક સીએલ મુકવાથી સળંગ 4 (ચાર) રજાઓ નો લાભ મળતો હોવાથી મોટાભાગના સરકારી બાબુઓએ લાભ જતો કરતા નથી અને મીની વેકેશનની મજા માણે છે. એટલે સચિવાલય સહિત પાટનગરની સરકારી કચેરીઓમાં  મીની વેકેશનનો માહોલ સર્જાયો છે.

આવતીકાલે 26 મી જાન્યુ.ની ઉજવણી ને લઈ ને માત્ર કલેકટર કચેરીમાં થોડી ચહેલપહેલ જણાતી હતી. મંત્રી મંડળ, રાજકીય નેતા અને કેટલાક મોટા અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી જ્યાં સુધી સ્થાનિક સ્વારાજ્ય ની ચૂંટણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી ગાંધીનગર સચિવાલય સુમસામ બની રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…