સુરત/ બારડોલીનાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 57 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી સ્પ્રેડ થઇ રહ્યો છે. વધતા કોરોનાનાં કેસ વચ્ચે બારડોલીનાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીથી 57 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા છે. 

Top Stories Gujarat Surat
11 2022 01 06T143624.779 બારડોલીનાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 57 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
  • બારડોલીના ઉકા તરસાડીયા યુનિ. 57 વિદ્યાર્થીને કોરોના
  • 82 વિદ્યાર્થીઓનાં ટેસ્ટ કરાતા 14 પોઝિટિવ
  • 14 પૈકી 2 વિદ્યાર્થિની રહે છે હોસ્ટેલમાં
  • મોડી સાંજે તંત્ર આવ્યું હરકતમાં
  • 474 વિદ્યાર્થીઓના કરાયા હતા રેપિડ ટેસ્ટ
  • 474 પૈકી 57 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ
  • ઉકા તરસાડીયા યુનિ.નું ઓફલાઇન શિક્ષણ કરાયું બંધ
  • તમામ વિદ્યાર્થીનીઓને કરાશે હોમ ક્વોરન્ટાઈન

રાજ્યમાં કોરોનાનો વધતો ગ્રાફ હવે ડરાવવા લાગ્યો છે. ખાસ કરીને કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી સ્પ્રેડ થઇ રહ્યો છે. વધતા કોરોનાનાં કેસ વચ્ચે બારડોલીનાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીથી 57 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો – દિલ્હીમાં કોરોના વિસ્ફોટ! / દિલ્હીમાં આજે આવી શકે છે કોરોનાના 14000 નવા કેસ: સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

આપને જણાવી દઇએ કે, સુરતનાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 57 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી જવા પામ્યુ છે. સુત્રનાં જણાવ્યા અનુસાર, 14 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યુ. લગભગ 474 વિદ્યાર્થીઓનાં કોરોનાનાં રેપિડ ટેસ્ટ કરાયા હતા. જે પૈકી 57 વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સમાચાર સામે આવ્યા બાદ તંત્ર દ્વારા યુનિવર્સિટીનું ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતુ. હવે ખબર છે કે તમામ વિદ્યાર્થીઓને હોમ ક્વોરેન્ટિન કરવામાં આવશે.

આ પણ વાંચો – અકસ્માત /  સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રોડ પર અજાણ્યા વાહન ચાલેક રિક્ષાને ટક્કર મારતા 3 લોકોનાં ઘટનાસ્થળે મોત

ઉલ્લેખનીય છે કે, દેશમાં જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 90 હજાર 928 નવા કેસ નોંધાયા છે.  325 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 4 લાખ 82 હજાર 876 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને બે લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 876 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 19 હજાર 206 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 411 હજાર 9 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.