Jharkhand/ ‘ટાઈગર’ તરીકે જાણીતા ઝારખંડમાં મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેને શપથ લીધા

1991માં પ્રથમ વખત સરાયકેલા વિધાનસભા ક્ષેત્રથી પેટા ચૂંટણીમાં એકતરફી જીત મેળવી હતી. તે વખતે JMMના કદાવર નેતા સાંસદ કૃષ્ણા માર્ડીની પત્નીને હરાવ્યા હતા. ત્યારબાદ 1995માં JMMની ટિકિટ મેળવી ચૂંટણી જીતી હતી…..

Top Stories India
Beginners guide to 8 1 ‘ટાઈગર’ તરીકે જાણીતા ઝારખંડમાં મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેને શપથ લીધા

Jharkhand News: ઝારખંડમાં (Jharkhand) મુખ્યમંત્રી (Chief Minister) તરીકે ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) પક્ષના નેતા ચંપાઈ સોરેને (Champai Soren) શપથ લીધા છે. રાજ્યના રાજ્યપાલ (Governor) સી.પી. રાધાકૃષ્ણને આજે ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા. સાથે કોંગ્રેસ અને રાજદના બે નેતાએ પણ ગોપનીયતાના શપથ (Oath) લીધા છે.

બહુમતી સાબિત કરવા મળ્યા 10 દિવસ

અગાઉ (JMM) પક્ષના નેતા ચંપાઈ સોરેને શક્ય હોય તેટલું ઝડપથી સરકાર બનાવવા રાજ્યપાલને આગ્રહ કર્યો હતો. કારણ કે રાજ્યમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ હતી. બુધવારે હેમંત સોરેનએ રાજીનામુ આપ્યા બાદ રાજકીય સંકટ  ઊભું થઈ ગયું હતુ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજોશ ઠાકુરે ચંપાઈ સોરેનને સરકારમાં બહુમતી સાબિત કરવા 10 દિવસનો સમય આપ્યો છે.

ચંપાઈ સોરેનને ઝારખંડના લોકો ‘ટાઈગર’ના નામથી બોલાવે છે. તેમણે 1991માં પ્રથમ વખત સરાયકેલા વિધાનસભા ક્ષેત્રથી પેટા ચૂંટણીમાં એકતરફી જીત મેળવી હતી. તે વખતે JMMના કદાવર નેતા સાંસદ કૃષ્ણા માર્ડીની પત્નીને હરાવ્યા હતા. ત્યારબાદ 1995માં JMMની ટિકિટ મેળવી ચૂંટણી જીતી હતી. 2000માં બીજેપીના અનંતરામ ટુડૂ સામે હારી ગયા હતા. 2005 પછીથી સતત સરાયકેલાના ધારાસભ્ય બની રહ્યા છે. 2019માં બીજેપીના ગમેશ મહલીને હરાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ

આ પણ વાંચો:જૂનાગઢ તોડકાંડ કેસમાં ફરાર આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ATSને મળી મોટી સફળતા

આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા