રશિયા-યુક્રેન યુદ્ધ/ રશિયાને ટૂંક સમયમાં મળશે નવા રાષ્ટ્રપતિ, વેગનર ચીફ લીધી પુતિનને ઉથલાવી પડવાની પ્રતિજ્ઞા

પ્રિગોઝિને રશિયન સંરક્ષણ પ્રધાન સેર્ગેઈ શોઇગુ પર યુક્રેનમાં વેગનર ગ્રૂપના બેઝ કેમ્પ પર રોકેટ હુમલાનો આદેશ આપવાનો આરોપ મૂક્યો હતો, જ્યાં તેના લડવૈયાઓ રશિયાની બાજુમાં યુક્રેનિયન દળો સામે લડી રહ્યા છે.

Top Stories World
Untitled 139 રશિયાને ટૂંક સમયમાં મળશે નવા રાષ્ટ્રપતિ, વેગનર ચીફ લીધી પુતિનને ઉથલાવી પડવાની પ્રતિજ્ઞા

વેગનર ગ્રૂપના વડા યેવગેની પ્રિગોઝિને રશિયામાં લશ્કરી નેતૃત્વને ઉથલાવી પાડવા માટે ‘તમામ હદ સુધી જવાની’ પ્રતિજ્ઞા લીધી છે. એક ઓડિયો સંદેશમાં 62 વર્ષીય ભાડૂતી સૈનિકોના નેતાએ કહ્યું કે તેમના સૈનિકો “તેમના માર્ગમાં બધું તોડી નાખશે”. પ્રિગોઝિન રશિયનોને તેનો વિરોધ ન કરવા ચેતવણી આપે છે. તેમણે લોકોને તેમની સાથે જોડાવા હાકલ કરી છે. પ્રિગોઝિને કહ્યું, “આ લશ્કરી બળવા નથી, પરંતુ ન્યાયની કૂચ છે.” પુતિને વેગનર ગ્રૂપના બળવાને કચડી નાખવાની પ્રતિજ્ઞા લીધાની ક્ષણો પછી, પ્રિગોઝિને અહેવાલ આપ્યો હતો કે રશિયન પ્રમુખે તેમના ભાષણ દરમિયાન ખોટી પસંદગી કરી હતી અને દેશને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળશે. પ્રિગોઝિને, જેઓ એક સમયે પુતિનના અંગત શેફ હતા, તેમણે કહ્યું, “પુતિને (તેમના સંબોધન દરમિયાન) ખોટો રસ્તો પસંદ કર્યો હતો. રશિયાને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળશે.”

કેમ ગુસ્સે છે પ્રિગોઝિન?

પ્રિગોઝિને રશિયન સંરક્ષણ પ્રધાન સેર્ગેઈ શોઇગુ પર યુક્રેનમાં વેગનર ગ્રૂપના બેઝ કેમ્પ પર રોકેટ હુમલાનો આદેશ આપવાનો આરોપ મૂક્યો હતો, જ્યાં તેના લડવૈયાઓ રશિયાની બાજુમાં યુક્રેનિયન દળો સામે લડી રહ્યા છે. પ્રિગોઝિને કહ્યું કે તેના લડવૈયાઓ હવે શોઇગુને સજા કરવા આગળ વધશે અને રશિયન સૈન્યને પ્રતિકાર ન કરવા વિનંતી કરી. “આ સશસ્ત્ર બળવો નથી, પરંતુ ન્યાય તરફની કૂચ છે,” પ્રિગોઝિને કહ્યું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પ્રિગોઝિનના દાવાને ફગાવી દીધા હતા.

આકરી સજા ભોગવવી પડશે – પુતિનની ચેતવણી

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ‘વેગનર ગ્રુપ’ના વડા યેવગેની પ્રિગોઝિન દ્વારા સશસ્ત્ર બળવાની જાહેરાત વચ્ચે રાષ્ટ્રને સંબોધન કર્યું. પુતિને પ્રિગોઝિનની સશસ્ત્ર વિદ્રોહની ઘોષણાને ‘રાજદ્રોહ’ ગણાવ્યો હતો અને ‘રશિયા અને તેના લોકોની દરેક કિંમતે રક્ષણ’ કરવાની ખાતરી આપી હતી. પુતિને કહ્યું કે રશિયા “તેના ભવિષ્ય માટે સૌથી મુશ્કેલ યુદ્ધ લડી રહ્યું છે.” તેમણે કહ્યું કે બળવો “આપણા દેશ માટે મોટો ખતરો” છે અને અમે તેની સામે “નિશ્ચિત પગલાં” લઈશું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, “જે લોકોએ બળવો કરવાનું કાવતરું ઘડ્યું હતું તેમને સખત સજાનો સામનો કરવો પડશે. સશસ્ત્ર દળો અને અન્ય સરકારી એજન્સીઓને જરૂરી આદેશો જારી કરવામાં આવ્યા છે.

રશિયન સત્તાવાળાઓએ “વેગનર ગ્રુપ” સામે ફોજદારી તપાસ શરૂ કરી

દરમિયાન, રશિયન સત્તાવાળાઓએ શુક્રવારે દેશના સંરક્ષણ પ્રધાનને હટાવવાની કથિત ધમકી આપવા બદલ વેગનર ગ્રૂપની ખાનગી સેનાના વડા યેવજેની પ્રિગોઝિન સામે ફોજદારી તપાસ શરૂ કરી હતી. દેશની ટોચની આતંકવાદ વિરોધી સંસ્થા ‘નેશનલ એન્ટી-ટેરરિઝમ કમિટી’એ કથિત રીતે લશ્કરી બળવા માટે બોલાવવા બદલ ‘વેગનર ગ્રુપ’ વિરુદ્ધ ફોજદારી તપાસ શરૂ કરી છે. ક્રેમલિન (રશિયાના રાષ્ટ્રપતિ ભવન)ના પ્રવક્તા દિમિત્રી પ્સકોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે અને તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:કોણ છે ‘પુતિનના શેફ’ યેવગેની પ્રિગોઝિન, રશિયન સૈન્યનો નાશ કરવાના લીધા શપથ; શું છે વેગનર ગ્રુપ

આ પણ વાંચો:તિનની જીદ હવે પડશે ભારે? ખાનગી આર્મી વેગનરે કર્યો બળવો, મોસ્કોમાં હાઇ એલર્ટ

આ પણ વાંચો:સ્પેસ સેક્ટરમાં ભારત અને અમેરિકાના સંયુક્ત સાહસ માટે જબરજસ્ત ‘સ્પેસ’: મોદી

આ પણ વાંચો:ભારત મધર ઓફ ડેમોક્રેસી અને અમેરિકા લોકશાહીનું ચેમ્પિયન