ગુજરાતીની હત્યા/ વિદેશમાં રહેતા વધુ એક ગુજરાતી યુવકની હત્યા, અમદાવાદના હિરેન ગજેરાના અપહરણ બાદ હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા. અમદાવાદના મેમનગરના હિરેન ગજેરાનું અપહરણ કર્યા બાદ હત્યા કરી દેવાઇ કોલંબિયન ત્રાસવાદીઓએ ત્રણ જૂને તેનું અપહરણ કર્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
Gujarati Boy Murder

વિદેશ જવાનો મોહ અત્યારે ઘણા બધા યંગસ્ટર્સમાં જોવા મળે છે, આ વચ્ચે વિદેશમાં વસતા ગુજરાતી પરિવારને ઘણી મુસીબત પણ ઝેલવી પડતી હોય છે. તાજેતરમાં જ અમેરિકામાં રહેતા વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદના મેમનગરના હિરેન ગજેરાનું  પહેલા અપહરણ કરવામાં આવ્યું તે બાદ હત્યા કરી દેવાઇ છે. કોલંબિયન ત્રાસવાદીઓએ હિરેન ગજેરાનું ત્રણ જૂને અપહરણ કર્યું હતું.

અપહરણ બાદ ત્રાસવાદીઓએ ખુબ જ મોટી માંગ કરી હતી, તેમને એક લાખ યુએસ ડોલર અને સાથે ડ્રગ્સની ખંડણીની માંગ કરી હતી. નેગોસિશેયન બાદ તેઓ આખરે 20 હજાર યુએસ ડોલર નક્કી કરાયા હતા. પરંતુ આખરે એવું થયું જેની કોઈ એ કલ્પના  નહોતી કરી અપહરણ કર્તાએ ખંડણી આપી હોવા છતાં  હિરેનની હત્યા કરી અને તેની લાશને નદીમાં ફેંકી દીધી હતી. દક્ષિણ અમેરિકાના ઇકવાડોર દેશના એલ એમ્પાલમે શહેરની આ ઘટના છે. હિરેન ગજેરા સાગ લાકડાનો એક્સપોર્ટનો ધંધો કરતા હતા.

હિરેન ગજેરા સાગ લાકડાનો ધંધો કરતા હતા
ફરી એકવાર વિદેશી જગતમાં નિર્દય રીતે એક નિર્દોષ ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ત્રાસવાદીઓ હિરેન ગજેરાનું ત્રણ જૂને અપહરણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર, હિરેન ગજેરા અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતો હતો.  હિરેન ગજેરા વર્ષ 2006માં અમેરિકા ગયો હતા. અમેરિકાના એમ્પાલમ શહેરમાં તેમણે સાગના લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેઓ સાગના લાકડાને એક્સપોર્ટ નો ધંધો કરતા હતા. વર્ષ 2014 સુધી અમેરિકા રહ્યા બાદ તેઓ અમદાવાદ પરત આવ્યા હતા.  તેઓ ગયા વર્ષે માર્ચ મહિનામાં ફરી અમેરિકા ગયા હતા. કહેવાય છે કે, ત્રણ જૂને હિરેન ગજેરા મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે દક્ષિણ અમેરિકાના એમ્પાલમે શહેરમાંથી હિરેન ગજેરાનું કોલંબિયન ત્રાસવાદીઓ અપહરણ કર્યું હતું.

આ પણ વાંચોઃ Sabarmati Riverfront Phase-2/ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં નદીને સમાંતર 5.8 કિ.મી.નો રોડ બનશે

આ પણ વાંચોઃ Private Boating/ અમદાવાદના માલેતુજારો હવે બોટના માલિક પણ બની શકશે અને બોટિંગ પણ કરી શકશે

આ પણ વાંચોઃ Rape/ યુવતી પર મંગેતરે જ ગુજાર્યો બળાત્કાર, કેનાલ પાસે ફેંકી દીધી

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ/ ‘બળવાખોર’ વેગનર ગ્રૂપ સાથે આરપારની લડાઈના મૂડમાં પુતિન, કહ્યું- દેશદ્રોહીને નહીં છોડશે

આ પણ વાંચોઃ PM Modi-Merrymilliben/ અમેરિકન સિંગર મેરી મિલબેને પહેલા ભારતીય રાષ્ટ્રગીત જન-ગણ-મન ગાયું, પછી પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા