Sabarmati Riverfront Phase-2/ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં નદીને સમાંતર 5.8 કિ.મી.નો રોડ બનશે

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં રૂ.850 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેકટને મંજૂરી આપી હતી. સાબરમતી રિવરફ્રન્ટ કંપની દ્વારા પણ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં સાબરમતી નદીની સમાંતર 5.8 કિ. મી. લબાઈનો રોડ ડેવલપ કરાશે.

Top Stories Gujarat
Sabarmati riverfront સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં નદીને સમાંતર 5.8 કિ.મી.નો રોડ બનશે

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ બોર્ડની Sabarmati river front બેઠકમાં રૂ.850 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેકટને મંજૂરી આપી હતી. સાબરમતી રિવરફ્રન્ટ કંપની દ્વારા પણ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં સાબરમતી નદીની સમાંતર 5.8 કિ. મી. લબાઈનો રોડ ડેવલપ કરાશે.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં ખાસ મોટેરા ખાતે Sabarmati river front સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં રૂ.800 કરોડના ખર્ચે બનેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની કનેક્ટિવિટીની ડિઝાઈન કરવામાં આવી છે. આ રોડને ખાસ કિસ્સામાં મોટેરા સ્ટેડિયમના પાછળના ભાગેથી સીધી સાબરમતી રિવરફ્રન્ટની કનેક્ટિવિટી હશે.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ની ડિઝાઈન એપ્રુવ Sabarmati river front થઈ ગઈ છે. ફેઝ-1માં સાબરમતીના પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર 11.5 કિલોમીટર લંબાઈના રોડ સહિતનો વિકાસ કરવામાં આવ્યો છે, જ્યારે બીજા ફેઝમાં રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવામાં આવશે. તેમાં પૂર્વમાં 5.8 કિલોમીટર અને પશ્ચિમમાં 5.2 કિલોમીટર સુધીના કિનારા ડેવલપ કરાશે. આમ બંને બાજુએ થઈને સાબરમતી રિવરફ્રન્ટની લંબાઈ 34 કિલોમીટર થશે.

હાલમાં સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-1માં સુભાષબ્રિજ દશામાંના મંદિર સુધીનો રોડ ડેવલપ કરાયેલો છે. બીજા ફેઝમાં સુભાષબ્રિજ દશામાંના મંદિરથી ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટ રોડ તૈયાર કરાશે. રિવરફ્રન્ટ ફેઝ-2 પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાનું અંતર ઘટી જશે. ખાસ કરીને ક્રિકેટ કે અન્ય આયોજન વખતે સાબરમતી પાવરહાઉસ તરફના રસ્તે થતો ટ્રાફિક જામ ઘટશે.

આમ સાબરમતી રિવરફ્રન્ટની બીજી ખાસિયત તે હશે કે તેના Sabarmati river front લીધે વાહનચાલકોને ગાંધીનગરની જ સીધી કનેક્ટિવિટી મળી જશે. આ રિવરફ્રન્ટની સાથે-સાથે ગાંધીનગરમાં પણ ગિફ્ટ સિટીની જોડે રિવરફ્રન્ટને વિકસાવીને તેને અમદાવાદના રિવરફ્રન્ટ સાથે જોડવાનું આયોજન છે, જે અમદાવાદનો રિવરફ્રન્ટ ફેઝ-ટુનો પ્રોજેક્ટ સાકાર થતા આગામી દિવસોમાં પૂરુ થાય તેમ માનવામાં આવે છે. તેના પગલે આગામી સમયમાં ગાંધીનગરથી અમદાવાદ આવવું વધુ સરળ બનશે. વાહનચાલકો સીધા રિવરફ્રન્ટના રસ્તે જ અમદાવાદ આવી શકશે તેમ મનાય છે. જો કે ગાંધીનગરના રિવરફ્રન્ટની કામગીરી હજી કાગળ પર જ છે, પણ ગિફ્ટ સિટીના વિકાસ સાથે તેની કામગીરીમાં પણ વેગ આવશે તેમ માનવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ Private Boating/ અમદાવાદના માલેતુજારો હવે બોટના માલિક પણ બની શકશે અને બોટિંગ પણ કરી શકશે

આ પણ વાંચોઃ Rape/ યુવતી પર મંગેતરે જ ગુજાર્યો બળાત્કાર, કેનાલ પાસે ફેંકી દીધી

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ/ ‘બળવાખોર’ વેગનર ગ્રૂપ સાથે આરપારની લડાઈના મૂડમાં પુતિન, કહ્યું- દેશદ્રોહીને નહીં છોડશે

આ પણ વાંચોઃ PM Modi-Merrymilliben/ અમેરિકન સિંગર મેરી મિલબેને પહેલા ભારતીય રાષ્ટ્રગીત જન-ગણ-મન ગાયું, પછી પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘમહેર/ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 35 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ