Not Set/ કોરોના પોઝિટીવ વ્યક્તિ 406 લોકોને કરી શકે છે સંક્રમિત

દેશમાં કોરોના રોગચાળાની બીજી તરંગ કેટલી ખતરનાક છે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે જો કોઈ કોવિડ દર્દી સામાજિક અંતરનું પાલન ન કરે તો 30 દિવસમાં 406 લોકોને ચેપ લાગી શકે છે.

Top Stories India
A 322 કોરોના પોઝિટીવ વ્યક્તિ 406 લોકોને કરી શકે છે સંક્રમિત

દેશમાં કોરોના રોગચાળાની બીજી તરંગ કેટલી ખતરનાક છે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે જો કોઈ કોવિડ દર્દી સામાજિક અંતરનું પાલન ન કરે તો 30 દિવસમાં 406 લોકોને ચેપ લાગી શકે છે. કોરોનાને રોકવા માટે સામાજિક અંતર અને માસ્કનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે ઘણી યુનિવર્સિટીઓના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરવામાં આવે તો એક શખ્સ 1 મહિનામાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે. જો કોરોના ચેપગ્રસ્ત અથવા બિન-ચેપગ્રસ્ત વ્યક્તિ માસ્ક પહેરે છે, તો ચેપ લાગવાની સંભાવના 1.5 ટકા ઓછી થાય છે.

coronavirus cases in india

તે ઉપરાંત કોરોનાના દર્દીઓ અને જેમને કોરોનાનો ચેપ લાગ્યો નથી તેવા લોકો જો માસ્ક પહેરે તો ચેપના ફેલાવાના ચાન્સ 1.5 ટકા જ થશે. અગ્રવાલે જણાવ્યું કે જો સંક્રમિત વ્યક્તિ પોતાનું એક્સપોઝર 50 ટકા સુધી ઓછું કરે તો તે એક મહિનામાં 406 લોકોને બદલે 15 લોકોને સંક્રમિત કરી શકશે. જો એક્સપોઝરમાં 75 ટકાનો ઘટાડો આવે તો સંક્રમિત વ્યક્તિ 30 દિવસમાં 2.5 લોકોને અસર પહોંચાડશે. માસ્કના ઉપયોગ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે એક બાજુ આપણે ક્લિનિકલ મેનેજમેન્ટની જરુર છે તો બીજી બાજુ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન અને માસ્ક પહેરવાની પણ જરુર છે.

સંશોધન દર્શાવે છે કે જો આપણે છ ફુટ સામાજિક અંતર રાખીએ તો આપણે વાયરસને ફેલાતા અટકાવી શકીએ છીએ. લવ અગ્રવાલે કહ્યું કે, જો કોઈ અનફિન્ક્ડ વ્યક્તિ માસ્ક પહેરે છે અને કોવિડ -19 પોઝિટિવ વ્યક્તિ તેને પહેરે નહીં, તો અનફેંક્ટેડ વ્યક્તિને ચેપ લાગવાની સંભાવના 30 ટકા વધારે છે.

ટોકન ફોટો

ટોચના નિષ્ણાંત અને નીતિ આયોગના મેમ્બર ડો.વીકે પૌલે જણાવ્યું કે હવે ઘરમાં પણ માસ્ક પહેરી રાખવું જરુરી છે અને તેમાંય જ્યારે કોઈ પોઝિટીવ હોય ત્યારે તો ખાસ.

ડો.વીકે પોલે જણાવ્યું કે કોરોના મહામારીમાં લોકોએ કારણ વગર ઘરની બહાર ન જવું જોઈએ. લોકોએ ઘરમાં પણ માસ્ક પહેરી રાખવું જોઈએ. માસ્ક પહેરવું ખૂબબ જરુરી છે. તેમણે કહ્યું કે લોકોએ હાલ પૂરતા મહેમાનોને ઘેર બોલાવવાનું ટાળવું જોઈએ.

ડો.પોલે જણાવ્યું કે શું સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન વેક્સિન લઈ શકે છે. તો અમારો જવાબ હા માં છે. માસિક ધર્મ દરમિયાન પણ મહિલાઓ વેક્સિન લઈ શકે છે. માસિક ધર્મને કારણે વેક્સિન લેવાનુ મોકૂફ રાખવું યોગ્ય નથી. આપણે કોવિડ રસીકરણમાં બિલકુલ પણ ઘટાડો ન કરી શકીએ. હકીકતમાં રસીકરણમાં તો ખૂબ વધારો થવો જોઈએ. મહામારી સામે લડવાનો આ એક મહત્વનો ઉપાય છે.

દેશમાં કોરોના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોના ચેપના 3 લાખથી વધુ નવા કેસ બહાર આવ્યા છે. યુપી, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ સહિત દેશમાં 8 રાજ્યો છે, જ્યાં કોરોના ચેપના 1 લાખથી વધુ સક્રિય કેસ છે.

Untitled 44 કોરોના પોઝિટીવ વ્યક્તિ 406 લોકોને કરી શકે છે સંક્રમિત