IPL 2021/ IPL રમવા ગયેલા ખેલાડીઓએ પરત ફરવાની વ્યવસ્થા પોતે જ કરવી પડશેઃ ઓસ્ટ્રેલિયાનાં PM

ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસે મંગળવારે એક ચોંકાવનાર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું હતું કે, આઈપીએલમાં ભાગ લેનારા તેમના દેશનાં ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવા માટે પોતાની વ્યવસ્થા પોતે જ કરવી પડશે.

Sports
123 151 IPL રમવા ગયેલા ખેલાડીઓએ પરત ફરવાની વ્યવસ્થા પોતે જ કરવી પડશેઃ ઓસ્ટ્રેલિયાનાં PM

ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસે મંગળવારે એક ચોંકાવનાર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું હતું કે, આઈપીએલમાં ભાગ લેનારા તેમના દેશનાં ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવા માટે પોતાની વ્યવસ્થા પોતે જ કરવી પડશે.

123 152 IPL રમવા ગયેલા ખેલાડીઓએ પરત ફરવાની વ્યવસ્થા પોતે જ કરવી પડશેઃ ઓસ્ટ્રેલિયાનાં PM

ક્રિકેટ / કોરોનાનાં વધતા કેસને જોતા ભારતમાં ટી-20 વર્લ્ડકપ પર છવાયા સંકટનાં વાદળ, ICC લઇ શકે છે મોટો નિર્ણય

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતમાં કોરોના વાયરસ મહામારીની ઘાતક બીજી લહેરને જોતા 15 મે થી ભારતની તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. મોરિશને એક અખબારને જણાવતા કહ્યુ હતું કે, “તેઓ ત્યાં વ્યક્તિગત યાત્રા પર ગયા છે. તે કોઈ ઓસ્ટ્રેલિયન પ્રવાસનો ભાગ નથી. તેઓ તેમના પોતાના સંસાધનો સાથે ત્યાં પહોંચી ગયા છે, તેઓ તે સંસાધનોનો ઉપયોગ પણ કરી રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ તેમની વ્યવસ્થા મુજબ ઓસ્ટ્રેલિયા પાછા ફરશે.” ભારતમાં વધી રહેલા સ્વાસ્થ્ય સંકટને કારણે ત્રણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ એન્ડ્ર્યૂ ટાઇ, કેન રિચાર્ડસન અને એડમ જમ્પાએ આઈપીએલ છોડવાનો નિર્ણય લીધો હતો.

123 153 IPL રમવા ગયેલા ખેલાડીઓએ પરત ફરવાની વ્યવસ્થા પોતે જ કરવી પડશેઃ ઓસ્ટ્રેલિયાનાં PM

IPL 2021 / સુરેશ રૈનાએ IPLમાં સિક્સરની બેવડી સદી કરી પૂર્ણ, જાણો તેણે અત્યાર સુધી કઈ-કઈ ઉપલબ્ધિ હાસિલ કરી

ભારતમાં દરરોજ ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે અને 2,000 થી વધુ મોત થઇ રહ્યા છે. હાલમાં લીગમાં ઓસ્ટ્રેલિયાનાં 14 ખેલાડીઓ છે. તેમના સિવાય કોચ, રિકી પોન્ટિંગ અને સાઇમન કૈટિચ, કોમેન્ટેટર મેથ્યુ હેડન, બ્રેટ લી, માઇકલ સ્લેટર અને લિઝા સ્ટાલેકર પણ અહીં છે. મુંબઈ ઈન્ડિયન્સનાં બેટ્સમેન ક્રિસ લિને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) ને આઈપીએલ પૂર્ણ થયા બાદ ખેલાડીઓ ઘરે પાછા ફરવા માટે એક ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તેવી વિનંતી કરી છે. આઇપીએલ લીગની મેચ 23 મે નાં રોજ પૂર્ણ થશે જ્યારે ફાઈનલ મેચ 30 મે નાં રોજ અમદાવાદમાં રમાશે.

123 154 IPL રમવા ગયેલા ખેલાડીઓએ પરત ફરવાની વ્યવસ્થા પોતે જ કરવી પડશેઃ ઓસ્ટ્રેલિયાનાં PM

કોરોનાથી અવસાન / ભારતીય હોકી અમ્પાયર્સનાં મેનેજર વિરેન્દ્રસિંહનું કોરોનાનાં કારણે નિધન

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જોકે આ મામલામાં વધુ સમય રાહ જોવાનું નક્કી કર્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ આઈપીએલમાં સામેલ તેમના ક્રિકેટરો, કોચ અને કોમેંટેટર્સ સાથે સંપર્કમાં છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “અમે ભારતનાં લોકોનો પ્રતિસાદ લેવાનું ચાલુ રાખીશું અને ઓસ્ટ્રેલિયન સરકારને સલાહ આપીશું.” આ મુશ્કેલ સમયમાં ભારતની જનતા સાથે અમારી સંવેદના છે.

Untitled 44 IPL રમવા ગયેલા ખેલાડીઓએ પરત ફરવાની વ્યવસ્થા પોતે જ કરવી પડશેઃ ઓસ્ટ્રેલિયાનાં PM