ભાવમાં વધારો/ મહામારી વચ્ચે હોસ્પિટલ ની બહાર ઉભા રહેતા જ્યુસ ની લારીવાળા મચાવી રહ્યા છે લૂંટ

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અનેક લોકોએ જીવ ખોયા છે, તો અનેક લોકો હોસ્પિટલ તેમજ હોસ્પિટલ બહાર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. જોકે આજ તકનો લાભ ઉઠાવવા માનવતા નેવે મૂકી લે ભાગુ વેપારીઓ હોસ્પિટલ બહાર દર્દીઓના પરિવારજનો પાસે ઉઘાડી લૂંટ મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે. ફૂટ, નારિયેળ પાણી અને જ્યુસના ભાવ માં ઉઘાડી લૂંટ […]

Gujarat
hari ji juice wala raja park e1619523907420 મહામારી વચ્ચે હોસ્પિટલ ની બહાર ઉભા રહેતા જ્યુસ ની લારીવાળા મચાવી રહ્યા છે લૂંટ

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અનેક લોકોએ જીવ ખોયા છે, તો અનેક લોકો હોસ્પિટલ તેમજ હોસ્પિટલ બહાર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. જોકે આજ તકનો લાભ ઉઠાવવા માનવતા નેવે મૂકી લે ભાગુ વેપારીઓ હોસ્પિટલ બહાર દર્દીઓના પરિવારજનો પાસે ઉઘાડી લૂંટ મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે. ફૂટ, નારિયેળ પાણી અને જ્યુસના ભાવ માં ઉઘાડી લૂંટ ચાલાવી રહ્યા છે.

કોરોનામાં મોસંબી, પાઈનેપલ, નારિયેળ સહિતના ફ્રુટ લાભકારી નીવડતા હોય જેનો ફાયદો ઉઠાવવા તકસાધુ ફ્રૂટની લારીઓ વાળાઓએ ધારપુર હોસ્પિટલ બહાર અડીંગો જમાવી દીધો છે અને કોરોનાના દર્દીઓના પરિવારજનોના ખિસ્સા હળવા કરવા મનફાવે તેવા ભાવ વસૂલી રહ્યા છે.

પાટણ જિલ્લામાં ધારપુર હોસ્પિટલ બહાર સામાન્ય દિવસોમાં 20 રૂપિયામાં મળતા નારિયેળ પાણી 65 રૂપિયા તેમજ તેનાથી વધારે ભાવમાં દર્દીઓના પરિવારજનોને પધરાવવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસે બજારમાં મળતા 15થી 20 રૂપિયાની કિંમતના પાઈનેપલ, મોસંબીના એક ગ્લાસના આજે હોસ્પિટલ બહાર 65 રૂપિયાથી 80 રૂપિયા ગ્રાહકો પાસેથી ખંખેરવામાં આવી રહ્યા છે.

કોરોનાને લઈને અમદાવાદમાં પણ લીલા નાળિયેરના ભાવમાં અચાનક વધારો થયો છે. 30થી 35 રૂપિયામાં મળતા નાળિયેરના 70થી 80 રૂપિયા થયા છે. કોરોનામાં ફ્રુટની ડિમાન્ડ વધતા નાળિયેરમાં પણ ભાવ વધ્યો છે. નાળિયેરમાં અચાનક ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ કોરોનામાં વધેલી માંગ છે.

હાલના કોરોના કપરા કાળમાં લોકો પોતાના સ્વખર્ચે સેવામાં આગળ આવ્યા છે. ત્યારે આ તકસાધુ લારીવાળાઓ અને ત્યાંના સ્થાનિક વેપારીઓએ માનવતા નેવે મૂકી હોય તેમ રીતસરની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.