Not Set/ રાજકોટમાં ઘરકંકાસથી કંટાળી માતાએ સંતાનો સાથે કર્યો આપઘાત

નાકરાવાડીમાં એક મહિલાએ પોતાના બે માસુમ પુત્રો સાથે સળગીને આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો અને આ માટે ઘરકંકાસ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે…

Gujarat Rajkot
ઘરકંકાસ

રાજ્યમાં આર્થિક તંગી કે ઘરકંકાસના કારણે વધી રહેલી આપઘાતની ઘટનાઓ વચ્ચે આપના ચાર મહાનગરોમાંના એક એવા રાજકોટમાંથી એક સામુહિક આપઘાત ની ઘટના સામે આવી છે. આ સામુહિક આપઘાતની ઘટના રાજકોટના નાકરાવાડીમાંથી સામે આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નાકરાવાડીમાં એક મહિલાએ પોતાના બે માસુમ પુત્રો સાથે સળગીને આપઘાત નો રસ્તો અપનાવ્યો હતો અને આ માટે ઘરકંકાસ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં સામાન્ય બોલાચાલી બાદ અજાણ્યા શખ્સોએ હોટલકર્મીની કરી હત્યા

મળતી માહિતી મુજબ, શહેરના કુવાડવા રોડના નવાગામ પાસે નાકરાવાડીમાં 28 વર્ષના એક મહિલાએ ગૃહકલેશના કારણે પોતાના 7 વર્ષના પુત્ર અને 4 વર્ષના પુત્ર સાથે સળગીને મોત વ્હાલુ કર્યુ છે.  બીજી બાજુ આ ઘટનાથી ડેડાણીયા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું અને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.  આ ઘટનાની જાન પોલીસને કરાતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રારંભિક તપાસ શરુ કરી છે.

આગ લાગતા મહિલા અને બાળકો જીવતા ભૂંજાયા હતા. પ્રચંડ આગને કારણે ઘરમાં પડેલ આખી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘર માંથી આગના ધુમાડાના ગોટે-ગોટા બહાર ફેલાઇ ગયા હતા.આગના કારણે ઘરમાં રહેલી તમામ ઘરવખરી આગમાં બળીને ખાખ થઇ ગયા હતા.

આ પણ વાંચો :સંબંધીની અંતિમક્રિયામાંથી ઘરે જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત

આપઘાતને પગલે પરિવાર અને ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ગૃહકલેશને કારણે પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

આ પણ વાંચો :  રાજ્યના 8 મહાનગરોમાં 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયો

આ પણ વાંચો :ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત થતા ત્રણ વાહનમાં આગ લાગી, બે લોકોનાં મોત

આ પણ વાંચો :યુપીએસસી પરીક્ષા અંતર્ગત જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયું

બેંક મેનેજરનો આપઘાત, કારમાં મળી લાશ

ગુરુવારે નેશનલાઇઝ્ડ બેંકના ભૂતપૂર્વ મેનેજર અને જૂનાગઢ શહેરના રહેવાસીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જેતપુરમાં તત્કાલ ચોકડી પાસે કારમાંથી સંજય બ્રહ્મભટ્ટ (53)ની લાશ મળી આવી હતી. જેતપુરના પોલીસ ઈન્સ્પેક્ટર પી ડી દરજીએ જણાવ્યું હતું કે, મૃતક મહેસાણાના વતની છે અને તેમના પિતરાઈ ભાઈઓએ તેની સામે ગુનો નોંધ્યો છે. અમે કેસની તપાસ કરી રહ્યા છીએ અને જો અમને કોઈ પુરાવા મળશે તો અમે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધીશું.’