Surendranagar/ ચોટીલામાં 26 મી જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વની ઉજવણી નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન

ચોટીલા દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે..

Gujarat Others
DANILIMDA 5 ચોટીલામાં 26 મી જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વની ઉજવણી નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન

@દેવજી ભરવાડ, સુરેન્દ્રનગર – મંતવ્ય ન્યૂઝ

“રક્તદાન મહાદાન” વાક્યને સાર્થક કરવા તેમજ પ્રજાસતાક પર્વ પર આપણા દેશ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી તેમજ ફરજ નિભાવવા માટે રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ લાઈફ બ્લડ બેંક દ્વારા રક્તદાતાઓનાં આરોગ્યની તપાસ કરીને લોહી લેવામાં આવશે. તા. 26 જાન્યુઆરી 2021 નાં રોજ બપોરે 02 વાગ્યા થી રાત્રે 08:00 વાગ્યા સુધી આપ રક્તદાન કરી શકશો. ચોટીલા મધ્યે આવેલ પ્રાથમિક શાળા નંબર-2, સાર્વજનિક હોસ્પિટલ (કન્યાશાળા) ખાતે યોજાનાર આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુ ને વધુ લોકો રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. લોહી ફક્ત માનવ શરીરમાં જ બને છે અને આકસ્મીક બનાવ સમયે તેમજ થેલેસીમિયાનાં દર્દીને ખૂબ જ લોહીની જરૂર પડતી હોય છે. માટે માનવજાતનાં કલ્યાણ અર્થે રક્તદાન જરૂર કરવું જોઈએ. આ રક્તદાન કેમ્પ વિશે વધુ માહિતી માટે તેમજ આયોજનમાં સહકાર માટે રજીસ્ટ્રેશન કરાવવા.

Bhavnagar: વિદેશી પક્ષીઓનો શિકાર કરતા બે ઈસમોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડયા

Gujarat: ગોંડલનાં યુવાનોએ રોજગાર લક્ષી એપ્લિકેશન લોન્ચ કરી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો