હવામાન વિભાગ/ ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ

વરસાદ ની અઆગાહી ના લીધે  NDRF ની ટીમ  રવાના કરવમાં  આવી છે .જ્યારે પાંચ તાલુકામાં હજુ સુધી કુલ પાંચ ઈંચ વરસાદ પણ નથી વરસ્યો છે.

Gujarat Others
વરસાદ

    રાજય માં  છેલ્લા સપ્તાહથી  વરસાદી માહોલ  જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત રાજય ના  અમુક શહેરોમાં  ભારે વરસાદ તો  ક્યાંક  છાંટા પડતા  જોવા મળી રહ્યા છે . જે અંતર્ગત રાજય માં  આઠ સપ્ટેમ્બરથી 10સપ્ટેમ્બર વચ્ચે મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  જેમાં આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. તે  અંતર્ગત  આઠ સપ્ટેમ્બર સુધી મજબુત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો :જાણો ક્યાં વેચાય છે લાલ ભીંડો, કેટલી છે કિંમત અને કેવી રીતે થઇ છે ખેતી

આગામી સાતથી દસ સપ્ટેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના જે જિલ્લામાં હજુ વરસાદની 50 ટકા વધુ ઘટ છે. તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરાનો સમાવેશ થાય છે. જેમાં 63 ટકા સાથે ગાંધીનગર જિલ્લો સૌથી વધુ ઘટ ધરાવે છે.

આ પણ વાંચો :સંસદમાં ડ્રેસ કોડ: હવેથી આવા કપડા પહેરી નહિ આવી શકે સાંસદો

રાજ્યમાં હજુ સુધી ચોમાસુ સામાન્ય રહ્યું છે અને સરેરાશ 16.46 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 49.78 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. જ્યારે પાંચ તાલુકામાં હજુ સુધી કુલ પાંચ ઈંચ વરસાદ પણ નથી વરસ્યો છે. જો કે હવામાન વિભાગે આઠ સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. ભારે વરસાદ ની અઆગાહી ના લીધે  NDRF ની ટીમ  રવાના કરવમાં  આવી છે .

આ પણ વાંચો :2વર્ષના બાળકને ક્યુબામાં અપાઈ કોરોનાની રસી, સૌથી નાની વયે રસી આપવાનો રચાયો ઈતિહાસ