Not Set/ સાવર અને કુંડલા બન્ને ગામ વચ્ચે ચાલે છે ઈંગોરિયા યુદ્ધ

સાવરકુંડલામાં છેલ્લા સો વર્ષથી ઈંગોરિયાની લડાઈની રમત રમવામાં આવી રહી છે. ઈંગોરિયા એટલે એક ઝાડ ઉપર થતું ફળ છે.  આ ઈંગોરિયાને ઝાડ પરથી ઉતારી સૂકવી તેની અંદર દારૂખાનું ભરીને તૈયાર કરવામાં આવે છે

Gujarat Others Trending
પંચાંગ 12 સાવર અને કુંડલા બન્ને ગામ વચ્ચે ચાલે છે ઈંગોરિયા યુદ્ધ

સામાન્ય રીતે યુદ્ધને અનેક રીતે લડવામાં આવે છે. પરંતુ સાવરકુંડલામાં દિવાળીના દિવસે થતી લડાઈ અને યુદ્ધ એક અનોખું જ છે રોમાંચક છે અને માણવાલાયક છે. ત્યારે આ રોમાંચક યુદ્ધની દિવાળી પહેલા જ તૈયારીઓ થઈ જાય છે.

  • દિવાળી પહેલા યુદ્ધની તૈયારી,
  • સળગતા ઈંગોરિયા નાખે છે એકબીજા પર

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા સો વર્ષથી ઈંગોરિયાની લડાઈની રમત રમવામાં આવી રહી છે. ઈંગોરિયા એટલે એક ઝાડ ઉપર થતું ફળ છે.  આ ઈંગોરિયાને ઝાડ પરથી ઉતારી સૂકવી તેની અંદર દારૂખાનું ભરીને તૈયાર કરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ઈંગોરિયા ઓછા થતાં હોવાથી તેનું સ્થાન કોકડીએ પકડી લીધું છે.

કોકડાની રમત સાવરકુંડલા ની અંદર રમવામાં આવી રહી છે.  આ રમતની ખાસિયત એ છે કે સળગતા ઈંગોરિયા એકબીજાની સામે અને એકબીજાની ઉપર ફેંકવામાં આવે છે.

કોરોનાની મહામારી ને લઇ ગત વર્ષે ઈંગોરિયા તેમજ કોકડા સાવરકુંડલા યુવાનો એ ખૂબ જ ઓછા પ્રમાણમાં ભર્યા હતા. આ વર્ષે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  છેલ્લા 10 દિવસથી કોકડાઓ ( ઈંગોરીયા ) ભરવાના શરૂ કરી દેવાયા છે.  ત્યારે આ રમત વર્ષોથી સામાન્ય રીતે આખી રાત ચાલતી હોય છે.  પરંતુ ગત વર્ષે કોરોનાને લઈ અડધી રાત સુધી જ રમત રમાઈ હતી.

આ વર્ષે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આખી રાત સુધી રમત ચાલશે તેવો જોશ સાથે સાવરકુંડલામા ઈંગોરીયા યુદ્ધ આ વર્ષે વધુ રોમાંચક બનશે તેવું જણાઈ રહ્યું છે.

વાઈબ્રન્ટનો ધમધમાટ / નૂતનવર્ષના પ્રારંભે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ- 2022, આયોજનની તડામાર તૈયારી

જમાવડો / ખુલી ગયું સાસણનું ગીર અભ્યારણ, સ્થાનિક વેપારીઓની વધી રોજગારી

જામનગર / તબીબ પરિવારમાં એકસાથે પાંચ કેસ કોરોના પોઝીટીવ, પરિવારમાં ફફડાટ

કેપ્ટને કર્યું ખંડન / સોનિયા ગાંધીનો આભાર, પડદા પાછળની વાતોનું કેપ્ટન અમરિંદરસિંહે કર્યું ખંડન