Not Set/ PHDના વિદ્યાર્થી ચપરાશીનું ફોર્મ ભરવા છે મજબૂર, જયારે ૮ પાસ MLA કમાય છે લાખો રૂપિયા, જુઓ આ આંકડા

નવી દિલ્હી, એક બાજુ જ્યાં PHD, MBA સહિતની અન્ય ઉચ્ચ ડિગ્રી ધરાવતા એક વિદ્યાથીને જો કોઈ સરકારી કે પ્રાઈવેટ નોકરી મેળવવા માટે અનેક પ્રકારના માપદંડો તેમજ ગુણવત્તા પોતાના હોવી જોઈએ અને ત્યારબાદ તે સફળ ન થતા તેઓ પ્યુન જેવી નોકરી મેળવવા માટે તૈયાર રહેતા હોય છે, જયારે બીજી બાજુ આપણા દેશમાં રાજનેતા બનવું ખુબ સહેલું […]

Top Stories India Trending
photo PHDના વિદ્યાર્થી ચપરાશીનું ફોર્મ ભરવા છે મજબૂર, જયારે ૮ પાસ MLA કમાય છે લાખો રૂપિયા, જુઓ આ આંકડા

નવી દિલ્હી,

એક બાજુ જ્યાં PHD, MBA સહિતની અન્ય ઉચ્ચ ડિગ્રી ધરાવતા એક વિદ્યાથીને જો કોઈ સરકારી કે પ્રાઈવેટ નોકરી મેળવવા માટે અનેક પ્રકારના માપદંડો તેમજ ગુણવત્તા પોતાના હોવી જોઈએ અને ત્યારબાદ તે સફળ ન થતા તેઓ પ્યુન જેવી નોકરી મેળવવા માટે તૈયાર રહેતા હોય છે,

જયારે બીજી બાજુ આપણા દેશમાં રાજનેતા બનવું ખુબ સહેલું છે, કારણ કે કોઈ પણ પાર્ટીના નેતા બનવા માટે કોઈ શિક્ષણના માપદંડ કે ગુણવત્તાની કોઈ જરૂરત હોતી નથી, તો પણ તેઓ લાખો રૂપિયા કમાતા હોય છે.

ઓછું ભણેલા MLAની ઇન્કમ છે સૌથી વધુ

2222 PHDના વિદ્યાર્થી ચપરાશીનું ફોર્મ ભરવા છે મજબૂર, જયારે ૮ પાસ MLA કમાય છે લાખો રૂપિયા, જુઓ આ આંકડા
national-mlas-have-average-annual-income-of-25-lakh-study

આ પ્રમાણ જ હાલમાં સામે આવેલા ADR (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ)ના રિપોર્ટ પરથી સાબિત થયું છે. જો કે આ રિપોર્ટમાં ચોકાવનારો આંકડો એ છે કે, દેશભરના MLA માંથી સૌથી વધુ શિક્ષિત ધારાસભ્યોની તુલનામાં ઓછું ભણેલા MLAની ઇન્કમ સૌથી વધુ છે.

જો કે આ રિપોર્ટનો સૌથી રસપ્રદ આંકડો એ છે કે, દેશમાં ૮ પાસ ધારસભ્યો વર્ષે સૌથી વધુ ૯૦ લાખ રૂપિયા કમાય છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ધારાસભ્યોની વાર્ષિક ઇન્કમ ૨૪.૫૯ લાખ રૂપિયા છે.

જેમાં સૌથી ધનવાન MLAના યાદીમાં કર્ણાટક મોખરે છે. કર્ણાટકમાં ૨૦૩ MLAની વાર્ષિક ઇન્કમ ૧ કરોડ ૧૧ લાખ રૂપિયા છે.

દેશના ચાર ભાગોની વાત કરવામાં આવે તો, પૂર્વ ભારતના ૬૧૪ MLAની ઇન્કમ સૌથી ઓછી ૮.૫ લાખ, જયારે દક્ષિણ ભારતના ૭૧૧ MLAની ઇન્કમ સૌથી વધુ ૫૧.૯૯ લાખ રૂપિયા છે.

ઓછું ભણેલા ધારાસભ્યો કમાય છે સૌથી વધુ રૂપિયા

ADR અને ધ ઈલેક્શન વોચના રિપોર્ટ મુજબ, કુલ ૪૦૩૫ ધારસભ્યોમાંથી ૩૧૪૫ MLA દ્વારા જમા કરવામાં આવેલા નોમિનેશન મુજબ, ધોરણ ૫ થી લઈ ૧૨ સુધી ભણેલા ૩૩ ટકા MLAની વાર્ષિક ઇન્કમ ૩૧.૦૩ લાખ રૂપિયા જયારે ૬૩ ટકા ગ્રેજ્યુએટ અને તેનાથી પણ વધુ શિક્ષિત MLAની ઇન્કમ ૨૦.૮૭ રૂપિયા છે.

રિપોર્ટ મુજબ, દેશમાં બેંગલુરુ ગ્રામીણના MLA એન. નાગરાજુ સૌથી વધુ ધનિક ધારાસભ્ય છે. તેઓની ઇન્કમ ૧૫૭.૦૪ રૂપિયા છે, જયારે સૌથી ઓછી ઇન્કમ આંધ્રપ્રદેશના બી. યામિનીની છે. જેઓ સૌથી ઓછા ૧,૩૦૧ રૂપિયા કમાય છે.

આ ઉપરાંત ADRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૫ થી ૫૦ વર્ષ વચ્ચેની ઉંમરના ૧૪૦૨ MLA વાર્ષિક ૧૮.૨૫ લાખ રૂપિયા, ૫૧ થી ૮૦ વર્ષની ઉંમરના ૧૭૨૭ MLAની ઉંમર ૨૯.૩૨ લાખ રૂપિયા છે. જયારે ૮૧ થી ૯૦ વર્ષના ૧૧ MLAની ઇન્કમ ૮૭.૭૧ લાખ રૂપિયા છે.