Not Set/ યુસુફ કડીયાને તપાસ માટે તેના ઘરે લવાયો, પોલીસે ભુમાફિયા યુસુફ કડીયાનો કાઢ્યો વરઘોડો

વડોદરા, વડોદરામાં પોલીસે ભુમાફિયા યુસુફ કડીયાને તપાસ માટે તેના ઘરે લવાયા હતા. રાવપુરા મચ્છીપીઠ ખાતે આવેલા કડીયાનાં ઘરે પોલીસે તપાસ કરી હતી. કડીયાનાં ઘરેથી બોગસ દસ્તાવેજો અને કોરાં સ્ટેમ્પ પેપર મળી આવ્યાં હતા. સ્ટેમ્પ પેપર ઉપરાંત પોલીસે એક આલ્બમ પણ કબ્જે કર્યુ હતુ. ચુસ્ત પોલીસે બંદોબસ્ત વચ્ચે  ભુમાફિયા યુસુફ કડીયાનો વરઘોડો કાઢ્યો હતો. મચ્છી પીઠ […]

Gujarat Vadodara Trending
hardik 5 યુસુફ કડીયાને તપાસ માટે તેના ઘરે લવાયો, પોલીસે ભુમાફિયા યુસુફ કડીયાનો કાઢ્યો વરઘોડો

વડોદરા,

વડોદરામાં પોલીસે ભુમાફિયા યુસુફ કડીયાને તપાસ માટે તેના ઘરે લવાયા હતા. રાવપુરા મચ્છીપીઠ ખાતે આવેલા કડીયાનાં ઘરે પોલીસે તપાસ કરી હતી. કડીયાનાં ઘરેથી બોગસ દસ્તાવેજો અને કોરાં સ્ટેમ્પ પેપર મળી આવ્યાં હતા.

સ્ટેમ્પ પેપર ઉપરાંત પોલીસે એક આલ્બમ પણ કબ્જે કર્યુ હતુ. ચુસ્ત પોલીસે બંદોબસ્ત વચ્ચે  ભુમાફિયા યુસુફ કડીયાનો વરઘોડો કાઢ્યો હતો.

મચ્છી પીઠ વિસ્તારમાં  યુસુફ કડીયાને અને અન્ય બે આરોપીઓને પણ જાહેરમાં ફેરવ્યા હતા. લોકોમાંથી તેનો ખોફ દૂર કરવા વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે મચ્છીપીઠ વિસ્તારમાં ફેરવી કર્યા બાદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.