Kheda/ SHE ટીમે ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો

મળતી માહિતી મુજબ ચકલાસી પોલીસ મથકની હદમાં રહેતા નિલમબેન શીવાભાઈ જાદવ તા.26 માર્ચ 2024ના રોજ ગુમ થયા હોવા અંગેની ગુમ જાણવાજોગ……..

Gujarat

Kheda News: ચકલાસી પોલીસ મથકના જાદવપુરા વિસ્તારમાં રહેતી મહિલા ગુમ થઈ હતી. મહિલા ગુમ થતાં ચકલાસી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. ખેડા ટાઉન પોલીસે ગુમ મહિલાને શોધી મહીલાને શી ટીમે ગુમ મહિલાનો તેના પરીવાર સાથે મેળાપ કરાવ્યો હતો.

મળતી માહિતી મુજબ ચકલાસી પોલીસ મથકની હદમાં રહેતા નિલમબેન શીવાભાઈ જાદવ તા.26 માર્ચ 2024ના રોજ ગુમ થયા હોવા અંગેની ગુમ જાણવાજોગ નોધાઈ હતી. ખેડા ટાઉન પોલીસ મથકના પી.આઈ. એચ.વી.સીસારાની સૂચના મુજબ ખેડા પોલીસ મથકમાં કાર્યરત શી ટીમે ખેડા પોલીસ મથકના ખુમરવાડના ઢાંકણીપુરા ગામની સીમમાંથી ગુમ થયેલ મહિલાને શોધી કાઢી હતી.

જેને પગલે ખેડા પોલીસે ગુમ થયેલ નિલમબેન જાદવને ખેડા પોલીસ મથકે લાવ્યા હતા અને તેમના ભાઈને પોલીસ મથકે બોલાવીને નિલમબેન સાથે મેળાપ કરાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ