કરુણાંતિકા/ ચોમાસામાં રસ્તા પર વાહન ચલાવતા ચેતજોઃ આણંદમાં દંપતીનો વૃક્ષે લીધો ભોગ

આણંદમાં ભારે વરસાદે દંપતીનો ભોગ લીધો હતો. ભારે વરસાદના લીધે ઝાડ પડતા પતિ-પત્ની બંનેનું મોત થયું હતું. આણંદના સો ફૂટના રોડ પર એક્ટિવા લઈને જઈ રહેલા દંપતી પર જાણે કાળ ત્રાટક્યો હોય તેમ ઝાડ પડ્યુ હતુ

Gujarat
ST Bus Accident ચોમાસામાં રસ્તા પર વાહન ચલાવતા ચેતજોઃ આણંદમાં દંપતીનો વૃક્ષે લીધો ભોગ

આણંદઃ આણંદમાં ભારે વરસાદે દંપતીનો ભોગ Anand Accident લીધો હતો. ભારે વરસાદના લીધે ઝાડ પડતા પતિ-પત્ની બંનેનું મોત થયું હતું. આણંદના સો ફૂટના રોડ પર એક્ટિવા લઈને જઈ રહેલા દંપતી પર જાણે કાળ ત્રાટક્યો હોય તેમ ઝાડ પડ્યુ હતુ. ભારે વરસાદના પગલે પવન ફૂંકાતા ઝાડ ત્રાટક્યું હતું. આમ એક કુટુંબ ખતમ થઈ ગયું હતું. આણંદમાં જવલ્લે જ બનતી આ ઘટના હતી.

આ જોનારાએ તાત્કાલિક બહાર આવીને ઝાડ નીચેથી Anand Accident દંપતીને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની જાણ થતાં આણંદની ફાયરબ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેણે ઝાડ કાપીને મૃતદેહને બહાર કાઢ્યા હતા. તેની સાથે-સાથે તેણે ઝાડ કાપીને ટ્રાફિક પણ ખુલ્લો કર્યો હતો.

આણંદ જેવા નાના સિટીમાં આ પ્રકારે સર્જાયેલી દુર્ઘટનાના પગલે હાહાકાર મચી ગયો છે. એક જ દંપતીનો આ રીતે જીવ જાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. સ્થાનિક સત્તાવાળાઓએ પણ રાંડ્યા પછીનું ડહાપણ આવતા Anand Accident હોય તેમ રસ્તા પરના જોખમી વૃક્ષોની સમીક્ષા કરવાનો પ્રારંભ કર્યો છે. આમ હવે ચોમાસામાં વીજળી ત્રાટકવા અને વીજ કરંટની જ મુખ્ય ઘટનાઓ બનતી હોય છે, તેના પછી હવે ઝાડ પડવાની ઘટનાનો ઉમેરો થયો છે. આમ ચોમાસામાં રસ્તા પર વાહન ચલાવનારાઓએ ધ્યાન રાખવું પડે તેમ છે. હવે વીજળી ત્રાટકે અને વીજળીનો કરંટ લાગે તે સિવાય ઝાડ પડવાનું જોખમ પણ વધ્યું છે.

 

આ પણ વાંચોઃ આ તે કેવી માનસિકતા?/સલમાન ખાનના લીધે સુખી સંસારમાં લાગી આગ, પતિએ પત્નીને માર્યો ઢોરમાર

આ પણ વાંચોઃ MODASA/ટ્રેક્ટરની ચોરી કરવા આવેલા ચોર પર ટાયર ફરી વળ્યું, પછી જે થયું તે તમે જ જુઓ…

આ પણ વાંચોઃ નવી શિક્ષણ નીતિ/GSOSનો મોટો નિર્ણયઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની રચના

આ પણ વાંચોઃ Ahmedabad Rains/અમદાવાદીઓ, રાત્રે વરસાદે બોલાવેલી ધડબડાટી તસ્વીરોમાં જુઓ

આ પણ વાંચોઃ Police/ગાંધીનગરમાં પોલીસ એકશનમાં,એક જ મહિનામાં દારૂ-જુગારના 585 કેસો નોંધ્યા,બૂટલેગરોમાં ફફડાટ