ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ અનમેક જિલ્લામાં બૂટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે ,તેમના પર લગામ કસવા માટે રાજય સરકારે લગામ ખેંચી છે. રાજયના પાટનગર ગાંધીનગરમાં એક જ મહિનામાં દારૂ-જુગારના કુલ 585 કેસો કરીને 3 કરોડ 78 લાખ 1400નો મુદ્દામાલ જપ્ત કરી કુલ 962 ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જે પૈકી જિલ્લા પોલીસ દ્વારા વરલી મટકાં અને ગંજી પાનાનો જુગાર રમી રમાડતાં 76 કેસોમાં 399 આરોપીઓ સામે ગુનો દાખલ કરી 50 લાખ 68 હજાર 210 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એજ રીતે દારૂ પીધેલ તેમજ દેશી – વિદેશી દારૂની હેરાફેરી તેમજ વેચાણ કરવાના કુલ 522 ગુના દાખલ કરી 2 કરોડ 57 લાખ 13 હજાર 210 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સપાટો બોલાવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના એસપી રવિ તેજાએ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજીને તમામને તાબાની હદ વિસ્તારમાં દેશી વિદેશી તેમજ જુગારની પ્રવૃતિઓ નેસ્તનાબૂદ કરી દેવાની કડક સૂચનાઓ પણ આપી હતી જેના પરિણામે હાલ ગાંધીનગરમાં બૂટલેગરો અને જુગારીઓમં ફફડાટ વ્યાપી ગયો છે.
