Panchmahal News : પંચમહાલમાં whatsapp ગ્રુપમાં મા દુર્ગા વિશે અભદ્ર ટિપ્પણીને પગલે ચકચાર મચી છે. મા દુર્ગા વિશે અભદ્ર ટિપ્પણીને પગલે ટિપ્પણી કરનારા શખ્સ સામે કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે. આ અભદ્ર ટિપ્પણીને પગલે હિન્દુ સંગઠ્ઠનો મોટી સંખ્યામાં કલોલ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.બાદમાં તેમણે પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી.
નવરાત્રીનો તહેવાર ધામધુમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે જ મા દુર્ગા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. જેમાં ટિપ્પણી કરનારા શખ્સ સામે કચકમાં કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. કલોલના હિત રક્ષક સમિતી કલોલ નામનાવોટ્સએપ ગ્રુપમાં મા દુર્ગા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. પોલીસે અરજીને આધારે અભદ્ર ટિપ્પણી કરનારા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા, ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ જાણો
આ પણ વાંચો:અમદાવાદમાં જામ્યો વરસાદી માહૌલ, પશ્ચિમ ઝોનમાં સવારના કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ
