Not Set/ ભાવો વધતા ડુંગળી વેચવા દોડ્યા ખેડૂતો,ગોંડલ માર્કેટ યાર્ડમાં 3 કિલોમીટર લાંબી લાઇન લાગી

વધી રહેલા ડુંગળીના ભાવો જોતા ખેડૂતોએ ફટાફટ પોતાનો ડુંગળીનો પાક વેચવાનો શરૂ કર્યો છે.રાજ્યના ખેડૂતો ડુંગળીના જથ્થા લઈને માર્કેટ યાર્ડમાં વેચવા માટે પહોંચી રહ્યાં છે. ગોંડલ યાર્ડમાં તો એવી હાલત થઈ હતી કે ડુંગળી વેચવા આવેલા ખેડૂતોના વાહનોની 3 કિલોમીટર લાંબી લાઇન લાગી હતી.આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં એક મણ ડુંગળીના ભાવ 450થી 2011 રૂપિયા સુધી […]

Gujarat Others
onion ભાવો વધતા ડુંગળી વેચવા દોડ્યા ખેડૂતો,ગોંડલ માર્કેટ યાર્ડમાં 3 કિલોમીટર લાંબી લાઇન લાગી

વધી રહેલા ડુંગળીના ભાવો જોતા ખેડૂતોએ ફટાફટ પોતાનો ડુંગળીનો પાક વેચવાનો શરૂ કર્યો છે.રાજ્યના ખેડૂતો ડુંગળીના જથ્થા લઈને માર્કેટ યાર્ડમાં વેચવા માટે પહોંચી રહ્યાં છે.

ગોંડલ યાર્ડમાં તો એવી હાલત થઈ હતી કે ડુંગળી વેચવા આવેલા ખેડૂતોના વાહનોની 3 કિલોમીટર લાંબી લાઇન લાગી હતી.આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં એક મણ ડુંગળીના ભાવ 450થી 2011 રૂપિયા સુધી બોલાતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગોંડલ યાર્ડમાં 1.10 લાખ ગુણી ડુંગળીની આવક થઇ છે.

બે દિવસ પહેલા પણ ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની 80 હજાર ગુણીઓથી ઉભરાઇ ગયુ હતુ, જેને પગલે યાર્ડ સત્તાધીશોએ આગામી ચારથી પાંચ દિવસ સુધી ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી.જો કે, ડુંગળીના મણે એક હજારથી રૂ.1600 સુધીના ભાવ મળતાં

ખેડૂતઆલમમાં ખુશીની લાગણી પણ પ્રસરી ગઇ હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત રાતથી જ ડુંગળી જંગીઆવક શરૂ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.