Not Set/ બર્થ-ડે પાર્ટીમાં ડીજેની હત્યાનો મામલો, આરોપીની કરાઈ ધરપકડ

સુરત સુરતના ઉઘના વિસ્તારમાં ગણપતિ મહોલ્લામાં બર્થ-ડે પાર્ટીમાં ડીજે યુવકની હત્યાના મામલે આરોપીને ઝડપી લેવાયો છે. 25 વર્ષીય તિલક મનોહર મારકર નામના યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી. બર્થ- ડે પાર્ટીમાં જ્યારે નાચવાનું ચાલી રહ્યું હતુ ત્યારે થયેલી હત્યાથી ઉધના પોલીસ પણ ત્યાં દોડતી થઈ ગઈ હતી. જે તે સમયે કોઈ કલુ નહીં […]

Gujarat Surat Trending
congress 3 બર્થ-ડે પાર્ટીમાં ડીજેની હત્યાનો મામલો, આરોપીની કરાઈ ધરપકડ

સુરત

સુરતના ઉઘના વિસ્તારમાં ગણપતિ મહોલ્લામાં બર્થ-ડે પાર્ટીમાં ડીજે યુવકની હત્યાના મામલે આરોપીને ઝડપી લેવાયો છે. 25 વર્ષીય તિલક મનોહર મારકર નામના યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી. બર્થ- ડે પાર્ટીમાં જ્યારે નાચવાનું ચાલી રહ્યું હતુ ત્યારે થયેલી હત્યાથી ઉધના પોલીસ પણ ત્યાં દોડતી થઈ ગઈ હતી.

surat 9 બર્થ-ડે પાર્ટીમાં ડીજેની હત્યાનો મામલો, આરોપીની કરાઈ ધરપકડ

જે તે સમયે કોઈ કલુ નહીં મળતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધવાની સાથે અહીં જે કેમેરામેનને શુટીંગ માટે બોલાવ્યો હતો તેના ફુટેજ ચેક કર્યા હતા અને  ત્યાં  હાજર યજમાન અને આમંત્રિત મહેમાનોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી હતી.

જેમા હત્યા પાછળ બમરોલી રોડ ઉપર વડોદગામે રહેતા  હેમંત ઉર્ફે સોનું કરકેની સંડોવણી બહાર આવી હતી. ઉધના પોલીસે આજે તેને ઝડપી લેવાની સાથે હત્યાનું કારણ પુછતાં બંને વચ્ચે નાચતી વખતે ઝઘડો થયો હતો અને વારંવાર અથડાતા હેમંતને ઠપકો આપ્યો હતો.પરંતુ માથાભારે સ્વાભના કારણે હેમંતે ત્યાં જ ચપ્પુ કાઢી તિલકને રહેંસી કાઢયો હતો.