Not Set/ રાહુલ દ્રવિડનું સન્માન થયું ‘ICC હોલ ઓફ ફેમ કેપ’થી, આ સન્માન મેળવનારા બન્યા પાંચમાં ભારતીય ક્રિકેટર

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર અને જેન્ટલમેન રાહુલ દ્રવિડનું નામ આઈસીસીનાં હોલ ઓફ ફેમમાં શામિલ થયું છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે થનારા પાંચમાં ઓડીઆઈ મેચ પહેલાં એમનું સન્માન કરવામાં આવ્યું હતું.  એમનાં નામની જાહેરાત તો જુલાઈ મહિનામાં જ કરી હતી પરંતુ આજે એમને ટ્રોફી આપવામાં આવી. આઈસીસીનાં હોલ ઓફ ફેમની કેપ રાહુલ દ્રવિડને સુનીલ ગવાસ્કર દ્વારા […]

Top Stories India Trending
rahul dravid રાહુલ દ્રવિડનું સન્માન થયું ‘ICC હોલ ઓફ ફેમ કેપ’થી, આ સન્માન મેળવનારા બન્યા પાંચમાં ભારતીય ક્રિકેટર

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર અને જેન્ટલમેન રાહુલ દ્રવિડનું નામ આઈસીસીનાં હોલ ઓફ ફેમમાં શામિલ થયું છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે થનારા પાંચમાં ઓડીઆઈ મેચ પહેલાં એમનું સન્માન કરવામાં આવ્યું હતું.  એમનાં નામની જાહેરાત તો જુલાઈ મહિનામાં જ કરી હતી પરંતુ આજે એમને ટ્રોફી આપવામાં આવી.

આઈસીસીનાં હોલ ઓફ ફેમની કેપ રાહુલ દ્રવિડને સુનીલ ગવાસ્કર દ્વારા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડીયમમાં આપવામાં આવી હતી. રાહુલ દ્રવિડ ક્રિકેટ ટીમનાં કોચ પણ છે.

TH10 GAVASKAR રાહુલ દ્રવિડનું સન્માન થયું ‘ICC હોલ ઓફ ફેમ કેપ’થી, આ સન્માન મેળવનારા બન્યા પાંચમાં ભારતીય ક્રિકેટર
Indian cricketer to be inducted in ICC Hall of Fame

આ પહેલાં આ કેપ ભૂતપૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદી, સુનીલ ગવાસ્કર, કપિલ દેવ અને અનીલ કુંબલેને મળી હતી.

કેપ મેળવ્યા બાદ દ્રવિડે જણાવ્યું હતું કે, આ એક સન્માનની વાત છે કે મારો સમાવેશ આઈસીસી હોલ ઓફ ફેમમાં થયો જ્યાં મને મારા હીરોઝની કંપની મળશે. એ દરેકનો આભાર જેમણે મારા સમગ્ર કરિયર દરમ્યાન મને સપોર્ટ કર્યો છે.’

ICC એ ટ્વીટર પર એક વિડીયો મુકીને દ્રવિડને અભિનંદન પાઠવ્યા હતા.