Not Set/ VIDEO : ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા, જ્યાં બાળકો જીવના જોખમે જઈ રહ્યા છે ભણવાં

ખેડા, દેશભરમાં એક મોડેલ તરીકે દર્શાવવામાં આવતા ગુજરાત રાજ્યનો વિકાસ કઈ દિશામાં થઈ રહ્યો છે, જે વધુ એકવાર સામે આવ્યું છે. દેશના સૌથી વિકાસશીલ અને સમ્રુદ્ધ રાજ્ય તરીકે જે રાજ્યની ગણના કરવામાં આવે છે તે ગુજરાત રાજ્યના ખેડામાંથી એક વીડિયો સામે આવ્યો છે, તે જોઇને તમામ લોકો ચકિત થઈ શકે છે. આ વીડિયોમાં તમે જોઈ […]

Top Stories Gujarat Others Trending Videos
Dhy3c95V4AAZ3SI VIDEO : ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા, જ્યાં બાળકો જીવના જોખમે જઈ રહ્યા છે ભણવાં

ખેડા,

દેશભરમાં એક મોડેલ તરીકે દર્શાવવામાં આવતા ગુજરાત રાજ્યનો વિકાસ કઈ દિશામાં થઈ રહ્યો છે, જે વધુ એકવાર સામે આવ્યું છે. દેશના સૌથી વિકાસશીલ અને સમ્રુદ્ધ રાજ્ય તરીકે જે રાજ્યની ગણના કરવામાં આવે છે તે ગુજરાત રાજ્યના ખેડામાંથી એક વીડિયો સામે આવ્યો છે, તે જોઇને તમામ લોકો ચકિત થઈ શકે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગામના વિધાથીઓ પોતાની શાળા તરફ જવા માટે કેવી રીતે જીવના જોખમે કેનાલ ઓળંગીને પસાર થઈ રહ્યા છે.

હકીકતમાં જે વિડીયો સામે આવ્યો છે જે ખેડા જિલ્લાનો છે. ખેડા જિલ્લાના નાઈકા અને ભેરાઈ ગામને જોડતો બ્રિજ છેલ્લા બે મહિનાથી તૂટી ગયો છે અને આ કારણે ગામના લોકોની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી બાજુ ગામના લોકો દ્વારા સરકારી તંત્રને બ્રિજ તૂટી જવા અંગે ફરિયાદ કરી છે પરંતુ આજે બે મહિના સુધીનો સમય વીતી ગયા બાદ પણ કોઈ કામ થયું નથી.

સ્થાનિક લોકો દ્વારા ન્યુઝ એજન્સી ANIને જણાવ્યા અનુસાર, “આ બ્રિજ તૂટી જવાના કારણે ગામના સ્થાનિક લોકોને હવે ૧ કિમીનું અંતર કાપવા માટે ૧૦ કિમી સુધી વધુ મુસાફરી કરવી પડી રહી છે”.

જયારે આ મામલે ખેડાના કલેકટર આઈ કે પટેલે જણાવ્યું હતું કે, વરસાદના કારણે બ્રિજનું કામ શરુ થઈ શક્યું નથી અને હવે ટુંક સમયમાં જ શરુ કરવામાં આવશે”.