બનાસકાંઠા/ બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે સાડા છ લાખનો મુદામાલ કબજે

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને બુટલેગરો બેફામ બન્યા છે. રાજયમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે. બીજીતરફ પોલીસે પણ કાર્યવાહી કડક કરી છે.

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 03 07T102332.669 બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે સાડા છ લાખનો મુદામાલ કબજે

@નિકુંજ પટેલ
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને બુટલેગરો બેફામ બન્યા છે. રાજયમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે. બીજીતરફ પોલીસે પણ કાર્યવાહી કડક કરી છે. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓએ બનાસકાંઠાના છાપી ગામ ચાર રસ્તા પાસેથી કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને રૂ.6,51,700 નો મુદ્દ્માલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

એસએમસીના અધિકારીઓએ માહિતીને આધારે 7 માર્ચના રોજ છાપી ગામ ચાર રસ્તા પાસે જાળ બિછાવી હતી. જેમાં કારમાં દારૂ લઈને જઈ રહેલા બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે કારમાંથી રૂ.1,36,700 ની કિંમતનો દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ અને કાર મળીને કુલ રૂ. 6,51,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ બનાવમાં બનાસકાંઠાના રહેવાસી અને કારના ડ્રાઈવર ગણેશ કે.ચૌધરી અને હેલ્પર હરેશ એલ. ચૌધરીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર ભારાભાઈ, દારૂનો જથ્થો મંગાવનારા પાટણના ભગતભાઈ તથા દારૂ ભરેલી કારના માલિકની શોધ હાથ ધરી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓને છાપી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા હતા. છાપી પોલીસે ફરાર આરોપીઓની શોધ હાથ ઘરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ