Stock Market/ શેરબજાર માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો, બજારના આરંભે નિફ્ટીએ રચ્યો ઇતિહાસ

ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે. આજે બજાર ખુલતા નિફ્ટીએ 22,500ની નવી ટોચને સ્પર્શ કરતા ઇતિહાસ રચ્યો છે.

Top Stories Breaking News Business
YouTube Thumbnail 2024 03 07T102129.744 શેરબજાર માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો, બજારના આરંભે નિફ્ટીએ રચ્યો ઇતિહાસ

ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે. આજે બજાર ખુલતા નિફ્ટીએ 22,500ની નવી ટોચને સ્પર્શ કરતા ઇતિહાસ રચ્યો છે. આજે નિફ્ટી 22,505.30 પર ખુલ્યો હતો, જે ઓપનિંગ સમયે ભારતીય શેરબજારમાં પ્રથમ વખત દેખાય છે. હાલમાં NSE નિફ્ટી 2.25 પોઈન્ટના ઘટાડા સાથે 22,471ના સ્તરે જોવા મળી રહ્યો છે અને તે લાલ નિશાનમાં આવી ગયો છે. આજે નિફ્ટીએ 22,523ની ઊંચી સપાટી બનાવી છે જે ઓલ ટાઈમ હાઈ લેવલ છે. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરોમાં વધારો અને 21 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2 શેર કોઈ ફેરફાર સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

શેરબજારમાં આજે બજાર ખુલ્યા પછી તરત જ BSE સેન્સેક્સે 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી અને 74,245.17ના સ્તરને સ્પર્શ કર્યો, જે તેની જીવનકાળની સર્વોચ્ચ સપાટી છે. બીએસઈનો સેન્સેક્સ 156.75 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 74,242 પર અને એનએસઈનો નિફ્ટી 31.25 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 22,505.30 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે 74,245ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 13 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આજે સેન્સેક્સમાં ટોપ ગેઇનર ટાટા સ્ટીલ છે જે 3.63 ટકા અને JSW સ્ટીલ 3.21 ટકા ઉપર છે. બજાજ ફિનસર્વ 2.19 ટકા અને બજાજ ફાઇનાન્સ 2.06 ટકા ઉપર છે. SBI 0.89 ટકાની ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે. BSEનું માર્કેટ કેપ રૂ. 392.46 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે અને આજે તેના પર ટ્રેડ થયેલા 2992 શેરોમાંથી 1964 શેરોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. 941 શેરમાં ઘટાડો છે અને 87 શેરમાં કોઈ ફેરફાર નથી. 81 શેર પર અપર સર્કિટ લાદવામાં આવી છે અને 103 શેર લોઅર સર્કિટના હુમલાનો સામનો કરી રહ્યા છે.

શેરબજારમાં અત્યારે તેજીનો માહોલ વધુ જોવા મળે છે. આ જોતા લાગે છે કે ભારત વિકસતા અર્થતંત્ર સાથે વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થામાંથી વધુ એક ડગલું આગળ વધી શકે છે. આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે અને દેશનો વિકાસ દર આઠ ટકાની નજીક પહોંચી શકે છે. દાસે જણાવ્યું કે ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 5.9 ટકા રહી શકે છે. જો આમ જ રહેશે તો નાણાકીય વર્ષ 2024 માં વિકાસ દર 7.6 ટકાથી વધુ રહેશે. જીડીપી વૃદ્ધિ દર આઠ ટકાની આસપાસ રહેતા ત્રીજા ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા 8.4 ટકાની ઝડપે વૃદ્ધિ પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ

આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો

આ પણ વાંચો : Mallikarjun Khadge/“પીએમ મોદીએ તમને કેમ…..?” કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધ્યું