છોટાઉદેપુર/ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ, ઇલેક્શનમાં મોડલ-અભિનેત્રીની થઈ એન્ટ્રી

છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામે સરપંચની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી છે.સંખેડા તાલુકાના કાવીઠા ગામનું સરપંચ પદ…

Top Stories Gujarat Others
ગ્રામ પંચાયતની ચૂંટણી
  • ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ
  • મોડેલ-અભિનેત્રી લજી રહી છે ચૂંટણી
  • સરપંચનાં ઉમેદવાર એશ્ના (નિપા) પટેલ
  • ગ્રામજનોની મુશ્કેલી દુર કરશે અભિનેત્રી
  • કાવીઠા-છોટાઉદેપુરનાં સરપંચ પદનાં ઉમેદવાર
  • જીતશે તો ગામનો વિકાસ કરવાની બાહેંધરી
  • એશ્નાનાં પિતા પણ અગાઉ હતા ગામનાં સરપંચ
  • એશ્ના 100થી વધુ ઉંચી બ્રાન્ડસને કરી રહી છે પ્રમોટ

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. સરપંચની ચૂંટણી માટે ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ચૂંટણી ગ્લેમરસ બની છે.મુંબઈની કામણગારી મોડલે ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામે સરપંચની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી છે.સંખેડા તાલુકાના કાવીઠા ગામનું સરપંચ પદ મહિલા માટે અનામત છે. ત્યારે આ બેઠક પર ચાર મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. આવામાં કાવીઠા ગામની જ અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા પટેલે પણ સરપંદ પદ માટે ઉમેદવારી કરી છે.

આ પણ વાંચો :મહારાણા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 7 વર્ષિય બાળકનું મોત

એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે. તેણે શાહરુખખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે.

આ પણ વાંચો :બીલીમોરા બસ સ્ટેશન પર પોતાની જ બસ નીચે ડ્રાઈવરનું મોત

તેણે આ ચૂંટણી માટે કેમ ઝંપલાવ્યું એ અંગે જણાવ્યું હતું કે હું દુનિયાના ઘણા દેશમાં ફરી છું. ડેવલપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહિ ? એટલે મને થયું કે મારે કાંઈક કરવું જોઈએ. નોંધનીય છે કે એશ્રાના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે તેમનાં માતા મીનાક્ષીબેન એક ગૃહિણી છે.

આ પણ વાંચો :રાજકોટમાં લાઇટ જતાં પિતાએ દીવાસળી સલગાવતા આચનક લાગી આગ, બાળકીનું મોત

આ પણ વાંચો :વડીલોની બેદરકારીના કારણે 2 વર્ષની બાળકી ગળી ગઈ LED બલ્બ

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના નવા 55 કેસ,સંક્રમણથી એક દર્દીનું મોત..