Not Set/ કોરોનાએ વધારી લોકોની ચિંતા, બેરોજગારીમાં આ વર્ષે પણ થશે વધારો

ILOનાં રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં બેરોજગાર લોકોની સંખ્યા 207 મિલિયન સુધી પહોંચી શકે છે. જે વર્ષ 2019 કરતા 2.1 કરોડ વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2023 સુધીમાં વૈશ્વિક બેરોજગારીનો આંકડો મહામારી પહેલાનાં સ્તર કરતા વધારે રહી શકે છે.

Top Stories Business
નોકરી

કોવિડ સંક્રમણને કારણે વર્ષ 2022માં પણ બેરોજગારી ઉંચી રહેશે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરનાં અહેવાલ મુજબ, આ વર્ષે કામકાજનાં કલાકોમાં રોગચાળા પહેલાની સરખામણીમાં બે ટકાનો ઘટાડો થશે. આ 5.2 કરોડ પૂર્ણ સમયની રોજગારની સમકક્ષ હશે.

1 2022 01 19T085414.367 કોરોનાએ વધારી લોકોની ચિંતા, બેરોજગારીમાં આ વર્ષે પણ થશે વધારો

આ પણ વાંચો – Bollywood / રજનીકાંતની પુત્રી બાદ શું હવે ચિરંજીવીની લાડકી પણ પતિથી થઈ રહી છે અલગ, જાણો શું છે સત્ય 

ILOનાં રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં બેરોજગાર લોકોની સંખ્યા 207 મિલિયન સુધી પહોંચી શકે છે. જે વર્ષ 2019 કરતા 2.1 કરોડ વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2023 સુધીમાં વૈશ્વિક બેરોજગારીનો આંકડો મહામારી પહેલાનાં સ્તર કરતા વધારે રહી શકે છે. ILOનાં ડાયરેક્ટર-જનરલ ગાય રાયડરનું કહેવું છે કે કોવિડ સંકટનાં બે વર્ષ પછી પણ પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. તેમણે કહ્યું કે ફરી નોકરીઓનો માર્ગ ધીમો અને અનિશ્ચિતતાઓથી ભરેલો હતો. ઘણા કામદારોને નવા પ્રકારનાં કામ તરફ વળવું પડે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે રોજગાર પરની કુલ અસર અંદાજિત આંકડા કરતા વધારે હોઈ શકે છે. આનું કારણ એ છે કે મોટી સંખ્યામાં લોકોએ શ્રમબળ છોડી દીધું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2022માં શ્રમ દળની ભાગીદારી 2019ની સરખામણીમાં 1.2 ટકા ઓછી હોઈ શકે છે. કોરોનાનાં ડેલ્ટા અને ઓમિક્રોન જેવા વેરિઅન્ટનાં ઉદભવને આ કારણભૂત ગણવામાં આવે છે. ILO કામ કરેલા કલાકોની સંખ્યાનાં આધારે રોજગારમાં વધારો અથવા ઘટાડાની ગણતરી કરે છે. આ સંસ્થા અઠવાડિયામાં 48 કલાક કામ કરવાના ધોરણનાં આધારે રોજગારની ગણતરી કરે છે.

1 2022 01 19T085507.652 કોરોનાએ વધારી લોકોની ચિંતા, બેરોજગારીમાં આ વર્ષે પણ થશે વધારો

આ પણ વાંચો – મનોરંજન / ઈંગ્લેન્ડને એશિઝમાં હરાવી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કરી બિયર પાર્ટી, લોકોએ કરી પોલીસમાં ફરિયાદ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણને કારણે લગભગ દરેક દેશમાં આર્થિક, નાણાકીય અને સામાજિક માળખું નબળું પડી રહ્યું છે. આ નુકસાનને રીકવર કરવામાં ઘણા વર્ષો લાગી શકે છે. રિપોર્ટ અનુસાર, ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં રીકવરી મજબૂત છે, જ્યારે નિમ્ન-મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રો સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.