Not Set/ G7 સમિટમાં પણ કોરોનાનો કેર, ભારતીય પ્રતિનિધિમંડળના 2 સભ્યો થયા કોરોના સંક્રમિત

વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે બ્રિટેન ગયેલા પ્રતિનિધિમંડળના બે સભ્યોને કોવિડ -19 ચેપ લાગ્યો છે. આને કારણે વિદેશ પ્રધાને અહીં પોતાના સત્તાવાર કાર્યક્રમોમાં ફેરબદલ કરવો પડ્યો છે.

Top Stories India
A 62 G7 સમિટમાં પણ કોરોનાનો કેર, ભારતીય પ્રતિનિધિમંડળના 2 સભ્યો થયા કોરોના સંક્રમિત

વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે બ્રિટેન ગયેલા પ્રતિનિધિમંડળના બે સભ્યોને કોવિડ -19 ચેપ લાગ્યો છે. આને કારણે વિદેશ પ્રધાને અહીં પોતાના સત્તાવાર કાર્યક્રમોમાં ફેરબદલ કરવો પડ્યો છે. એસ જયશંકરે બુધવારે ટિ્‌વટ કર્યું કે, “ગઈકાલે સાંજે કોવિડ -19 થી ચેપગ્રસ્ત લોકો સાથેના સંપર્કની મને ખબર પડી”.

વિદેશ પ્રધાને કહ્યું કે, સાવચેતી રૂપે અને અન્ય લોકો સાથે પરામર્શ કર્યા પછી, મેં મારા કાર્યક્રમો ડિજિટલ રીતે ચલાવવાનું નક્કી કર્યું છે. હું આજની જી -7 મીટિંગમાં ડિજિટલ રીતે પણ ભાગ લઈશ. “સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિનિધિ મંડળના બે સભ્યો મંગળવારે કોવિડ -19 ચેપ લાગ્યો હતો.

આજે વિદેશ પ્રધાન એસ.જૈશંકરે કહ્યું છે કે ભારતને અગાઉ દવાઓ અને રસી મોકલીને અન્ય દેશોની મિત્રતા અને ટેકો વધાર્યો હતો અને કોરોના ચેપની વધતી ગતિ વચ્ચે હવે બીજા દેશો ભારતની મદદ કરી રહ્યા છે.

Two members of Indian G7 delegation in UK test Covid positive KPP

દેશના જી -7 જૂથના વિદેશ પ્રધાનો અને વિકાસ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા યુકેના વિદેશ પ્રધાન ડોમિનિક રાબના આમંત્રણ પર જયશંકર સોમવારે લંડન પહોંચ્યા હતા. જી 7 માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટન તેમજ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. કોરોના મહામારી પછી આ પહેલી વાર છે જ્યારે મંત્રીઓ વ્યક્તિગત તરીકે સમિટ હાજર રહ્યા છે. સોમવારે પહોંચ્યા બાદ એસ. જયશંકરે યુએસના વિદેશ સચિવ એન્ટોની બ્લિંકન સાથે વાતચીત કરી હતી.

kalmukho str 2 G7 સમિટમાં પણ કોરોનાનો કેર, ભારતીય પ્રતિનિધિમંડળના 2 સભ્યો થયા કોરોના સંક્રમિત