Not Set/ IND v/s ENG : રાહુલની આંધીમાં ઉડ્યું ઇંગ્લેન્ડ, ભારતે ૮ વિકેટે મેળવી શાનદાર જીત

માન્ચેસ્ટર, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. માન્ચેસ્ટરમાં રમાયેલી પ્રથમ મેચમાં ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવ અને સ્ફોટક બેટ્સમેન કે એલ રાહુલની સદીના સહારે ભારતે યજમાન ટીમને ૮ વિકેટે હરાવી હતી. આ સાથે જ ભારતે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ બનાવી લીધી છે. […]

Top Stories Trending Sports
k l e1530651978401 IND v/s ENG : રાહુલની આંધીમાં ઉડ્યું ઇંગ્લેન્ડ, ભારતે ૮ વિકેટે મેળવી શાનદાર જીત

માન્ચેસ્ટર,

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. માન્ચેસ્ટરમાં રમાયેલી પ્રથમ મેચમાં ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવ અને સ્ફોટક બેટ્સમેન કે એલ રાહુલની સદીના સહારે ભારતે યજમાન ટીમને ૮ વિકેટે હરાવી હતી. આ સાથે જ ભારતે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ બનાવી લીધી છે.

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૫૯ રન બનાવ્યા હતા. ૧૬૦ રનના જવાબમાં ભારતીય ટીમે આ સ્કોર ૧૮.૨ ઓવરમાં જ વટાવી ૮ વિકેટે વિજય મેળવ્યો હતો.

ભરતીય ટીમની શાનદાર જીતના હિરો ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવ અને મિડલ ઓર્ડર બેટ્સમેન કે એલ રાહુલ રહ્યા હતા. યાદવે ૪ ઓવરમાં માત્ર ૨૪ રન આપી પોતાના ટી-૨૦ કેરિયરમાં પાંચ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના કારણે “મેન ઓફ ધ મેચ” એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જયારે કે એલ રાહુલે ૫૪ બોલમાં ૫ ગગનચુંબી સિક્સર અને ૧૦ ચોક્કાના સહારે અણનમ સદી ફટકારી હતી. રાહુલે પોતાના ટી-૨૦ કેરિયરની આ બીજી સદી ફટકારી છે. આ પહેલા ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ સદી ફટકારી હતી.

ટોસ હારીને ઇંગ્લેન્ડે કરી પ્રથમ બેટિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૫૯ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમની શરૂઆત સારી રહી હતી ઓપનર જેશન રોય અને જોસ બટલરની જોડીએ માત્ર ૫ ઓવરમાં ૫૦ રનની ભાગીદારી નોધાવી હતી.

જેશન રોએ ૨૦ બોલમાં ૩૦ રન જયારે વિકેટકીપર બેટ્સમેન બટલરે ૪૬ બોલમાં ૬૯ રન ફટકાર્યા હતા. આ સિવાય ઇંગ્લેન્ડની ટીમનો કોઈ ખેલાડી સ્પિન બોલર કુલદીપ યાદવ સામે ટકી શક્યા ન હતા. ભારત તરફથી યાદવે ૫ વિકેટ જયારે ઝડપી`ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ૨ વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ૧૬૦ રનના ટાર્ગેટના જવાબમાં આ લક્ષ્ય ભારતે ૧૮.૨ ઓવરમાં વટાવી ૮ વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતીય ટીમ તરફથી ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ૩૦ રન બનાવ્યા હતા જયારે સ્ફોટક બેટ્સમેન કે એલ રાહુલે ૫૪ બોલમાં  ૧૦૧ રનની મેચ વિનિંગ રમી હતી અને ભારતને ૧-૦ની લીડ અપાવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ પણ ૨૦ રન બનાવ્યા હતા. જયારે ઇંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર ડેવિડ વિલી અને સ્પિન બોલર આદિલ રશીદે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.