Mahashivratri 2024/ મહાશિવરાત્રી પર ઇશા યોગ કેન્દ્ર ખાતે ‘એ નાઈટ વિથ શિવ’ કાર્યક્રમનું આયોજન

મહાશિવરાત્રીની ઉજવણી 8 માર્ચના દિવસે કરવામાં આવશે. આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ ઇશા યોગ કેન્દ્ર ખાતે મહાશિવરાત્રીની ખાસ ઉજવણી કરી રહ્યા છે.

Trending India Lifestyle
YouTube Thumbnail 2024 03 06T141048.307 મહાશિવરાત્રી પર ઇશા યોગ કેન્દ્ર ખાતે 'એ નાઈટ વિથ શિવ' કાર્યક્રમનું આયોજન

મહાશિવરાત્રીની ઉજવણી 8 માર્ચના દિવસે કરવામાં આવશે. આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ ઇશા યોગ કેન્દ્ર ખાતે મહાશિવરાત્રીની ખાસ ઉજવણી કરી રહ્યા છે. કોઈમ્બતૂરમાં આદિયોગી સ્થળ પર ‘એ નાઈટ વિથ શિવ’ નામના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.

કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્ર ખાતે આદિયોગી સ્થળ પર 8 માર્ચ 2024ના રોજ મહાશિવરાત્રી પર ‘એ નાઈટ વિથ શિવ’ કાર્યક્રમ સાંજે 6 વાગ્યાથી શરૂ થઈને સવારે 6 વાગ્યા સુધી ચાલશે. મહાશિવરાત્રી પર યોજાનાર આ કાર્યક્રમમાં સાંજથી શરૂથતા સવારે પૂર્ણ થતા સમયગાળા દરમ્યાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઈશા ફાઉન્ડેશનના આ કાર્યક્રમમાં મોટા કલાકારો પરફોર્મ કરશે. મહાશિવરાત્રી પર સદ્ગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા યોજિત ખાસ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકારો દ્વારા સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે.

ईशा फाउंडेशन केंद्र के बारे में कुछ बातें | ईशा योग केंद्र कहां है |  सद्गुरु आश्रम फीस | ईशा योग सेंटर फीस | ईशा फाउंडेशन कोयम्बटूर | Few things  about Isha

મહાશિવરાત્રી પર ‘એ નાઈટ વિથ શિવ’ નામનો ખાસ કાર્યક્રમ સવારથી સાંજ સુધી ચાલશે
પંચ ભૂત આરાધના – સાંજે 06.15 કલાકે
લિંગ ભૈરવી મહાયાત્રા – સાંજે 06.40 કલાકે
આદિયોગી દિવ્ય દર્શન – સાંજે 07.15 કલાકે
સાંસ્કૃતિક કાર્યક્રમ – સાંજે 07.40 કલાકે
સદગુરુ સાથે મધ્યરાત્રિનું ધ્યાન – રાત્રે 10.00
પ્રખ્યાત કલાકારોનું પ્રદર્શન – મોડી રાત્રે 01.15
સદગુરુ પ્રવચન – સવારે 03.30 કલાકે
સાંસ્કૃતિક કાર્યક્રમ – સવારે: 03.50
કાર્યક્રમનું સમાપન – સવારે 05.45 કલાકે

सद्गुरु ईशा फाउंडेशन ने अपने अवैध निर्णाण पर न्यूज़लॉन्ड्री की रिपोर्ट का  किया खंडन

કાર્યક્રમનું થશે લાઈવ સ્ટ્રીમિંગ

ઈશા મહાશિવરાત્રી 2024 સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ 22 ભાષાઓમાં ઓનલાઈન કરવામાં આવશે. તે મુખ્ય ટેલિવિઝન નેટવર્ક્સ પર અંગ્રેજી, તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ, મરાઠી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત થશે. ગયા વર્ષે 140 મિલિયન લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા હતા. આ વર્ષે પ્રથમ વખત, PVR-INOX પસંદગીની સ્ક્રીન પર 12 કલાકની મહાશિવરાત્રી ઇવેન્ટને લાઇવ સ્ટ્રીમ કરશે. ઈશા મહાશિવરાત્રી 2024માં શંકર મહાદેવન, ગુરદાસ માન, પવનદીપ રાજન, રતિજીથ ભટ્ટાચારી, મહાલિંગમ, મુરલાલ મારવાડા રેપર બ્રોધા વી, પેરાડોક્સ, (બ્રોધા વી, પેરાડોક્સ, એમસી હેમ જેવા રેપર્સ) ફ્રેન્ચ સંગીતકારો પરફોર્મ કરશે.

 

ईशा फाउंडेशन - एक परिचय। An Introduction to Isha Foundation [Hindi] -  YouTube

ઇશા ફાઉન્ડેશન પરિચય
કોઈમ્બતુરથી લગભગ 30 કિલોમીટર દૂર વેલિંગગિરીની પહાડીઓ પર સ્થિત ઈશા ફાઉન્ડેશન યોગના પ્રચારનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. ભારત અને વિદેશમાંથી હજારો લોકો અહીં યોગ, ધ્યાન અને આધ્યાત્મિક દર્શન માટે આવે છે. સદગુરુ જગ્ગી વાસુદેવે વર્ષ 1983માં તેમના 7 મિત્રો યોગ વર્ગો શરૂ કર્યા હતા. જેનું વિસ્તરણ થતા ઇશા ફાઉન્ડેશન બન્યું. ઈશા ફાઉન્ડેશન લગભગ 150 એકરમાં ફેલાયેલું છે. ઇશા ફાઉન્ડેશનમાં ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. જેને ‘આદિયોગી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભક્તો ઇશા ફાઉન્ડેશનની મુલાકાત દરમ્યાન આ પ્રતિમાની પ્રદક્ષિણા જરૂર કરે છે. આદિયોગ અલયમ એક વિશાળ ફંક્શન હોલ છે. તે બ્યાસી હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જ્યાં હજારો લોકો માટે બેઠક વ્યવસ્થા છે. ઉપરાંત તેમાં હઠયોગ તાલીમનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જે 21 અઠવાડિયા સુધી ચાલે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આંદોલન/ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ,પોલીસ એલર્ટ મોડ પર

આ પણ વાંચો:હિમવર્ષા/હિમાચલમાં ભારે હિમવર્ષા, 17થી વધુ પર્યટકો ફસાયા બે મજૂરોના મોત

આ પણ વાંચો:સર્વે/આજે જો લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને મળશે માત્ર આટલી બેઠકો! જાણો