આંદોલન/ ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ,પોલીસ એલર્ટ મોડ પર

ગાઝીપુર બોર્ડર પર ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. અહીં રોડ પર પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો

Top Stories India
15 1 ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ,પોલીસ એલર્ટ મોડ પર

ગાઝીપુર બોર્ડર પર ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. અહીં રોડ પર પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને સિમેન્ટના બેરિકેડ પણ જોવા મળ્યા હતા. કાંટાળો વાયરો પણ જોવા મળ્યો હતો અને દિલ્હીમાં આ માર્ચ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દરેક રીતે તૈયાર જણાઈ હતી.

આ પહેલા ભારતીય કિસાન યુનિયન ના પ્રવક્તા તજવીર સિંહે શંભુ બોર્ડર પર એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘6 માર્ચે ખેડૂતો શાંતિપૂર્ણ રીતે દિલ્હીના જંતર-મંતર તરફ કૂચ કરશે. અમને માહિતી મળી છે કે મધ્યપ્રદેશ અને બિહારના ખેડૂતોએ પણ તેમની યાત્રા શરૂ કરી દીધી છે. અમારો વિરોધ MSPની ગેરંટી અંગે છે. અમે તમામ પ્રકારની સંસ્થાઓને અમને સમર્થન આપવા અને જંતર-મંતર પર અમારી સાથે જોડાવા અપીલ કરીએ છીએ. ખેડૂતોની આ કૂચ 13 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી પરંતુ સુરક્ષા દળોએ તેમને દિલ્હીમાં પ્રવેશતા અટકાવ્યા હતા. જે બાદ ખેડૂતો હરિયાણા અને પંજાબની બોર્ડર પર ઉભા હતા.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસે દિલ્હીની ટિકરી, સિંઘુ અને ગાઝીપુર બોર્ડર પર કડક તકેદારી રાખવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત પોલીસે રેલવે, મેટ્રો સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ કડક સુરક્ષા ગોઠવી છે. કિસાન મજદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચા (બિન-રાજકીય), ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંગઠનોએ 3 માર્ચે દેશભરના ખેડૂતોને 6 માર્ચે દિલ્હી પહોંચવાની અપીલ કરી હતી