નિધન/ કોંગ્રેસના MLA ગજેન્દ્ર શક્તાવતનું નિધન, CM ગેહલોત સહિત આ નેતાએ વ્યક્ત કર્યો શોક

પૂર્વ નાયબ મુખ્યમંત્રી પાયલોટે શક્તાવતને હંમેશા તેમના મત વિસ્તારના વિકાસ માટે સમર્પિત એવા નમ્ર પ્રતિનિધિ તરીકે યાદ કરીને શોક વ્યક્ત કર્યો હતો. પક્ષના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા સહીત કેટલાય નેતાઓએ ધારાસભ્ય શક્તાવતનાં અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર શક્તાવત ઘણા દિવસોથી બીમાર હતા.

India
a 286 કોંગ્રેસના MLA ગજેન્દ્ર શક્તાવતનું નિધન, CM ગેહલોત સહિત આ નેતાએ વ્યક્ત કર્યો શોક

વલ્લભનગરના કોંગ્રેસના ધારાસભ્ય ગજેન્દ્ર શક્તાવતનું બુધવારે અવસાન થયું હતું. તે કેટલાક દિવસોથી બીમાર હતા. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે ધારાસભ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગેહલોતે બુધવારે સવારે ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય ગજેન્દ્ર શક્તાવતનાં અવસાન પર મારી ઘેરી સંવેદના. તેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમની તબિયતને લઇને હું છેલ્લા 15 દિવસથી પરિવાર અને ડોકટરો સાથે સંપર્કમાં હતો.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી પાયલોટે શક્તાવતને હંમેશા તેમના મત વિસ્તારના વિકાસ માટે સમર્પિત એવા નમ્ર પ્રતિનિધિ તરીકે યાદ કરીને શોક વ્યક્ત કર્યો હતો. પક્ષના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા સહીત કેટલાય નેતાઓએ ધારાસભ્ય શક્તાવતનાં અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર શક્તાવત ઘણા દિવસોથી બીમાર હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાર ધારાસભ્યો અકાળ મૃત્યુ પામ્યા છે, જેમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક સભ્યનો સમાવેશ થાય છે. શક્તાવતએ પાયલોટ કેમ્પનો ભાગ હતા જેમણે ગયા વર્ષે જુલાઈમાં મુખ્ય પ્રધાન ગેહલોત સામે બળવો કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો