Not Set/ જીમેલના આ ફિચરે લાખો ભારતીયોને કેવી રીતે છેતર્યા,વાંચો ચોંકાવનારી હકીકત

અમદાવાદ, સોશિયલ મીડીયા અને ઇન્ટરેન્ટના આ જમાનામાં સાયબર ક્રિમિનલો એટલા ભેજાબાજો થઇ ગયા છે કે સામાન્ય જનતા આસાનીથી તેમના ટ્રેપમાં આવી જાય.ત્યાં સુધી કે સાયબર વર્લ્ડમાં સૌથી સુરક્ષિત ગણાતા જીમેલનો ઉપયોગ કરીને પણ ગઠિયાઓ ભારતીયોને બેવકુફ બનાવી રહ્યા છે. જીમેલમાં એક ફીચર અપાયું છે, જેનો ઉપયોગ કરી સાઈબર ક્રિમિનલ્સ કરોડોના ફ્રોડને અંજામ આપી રહ્યા છે. […]

India Trending
gmail logo 1920 800x450 1 જીમેલના આ ફિચરે લાખો ભારતીયોને કેવી રીતે છેતર્યા,વાંચો ચોંકાવનારી હકીકત

અમદાવાદ,

સોશિયલ મીડીયા અને ઇન્ટરેન્ટના આ જમાનામાં સાયબર ક્રિમિનલો એટલા ભેજાબાજો થઇ ગયા છે કે સામાન્ય જનતા આસાનીથી તેમના ટ્રેપમાં આવી જાય.ત્યાં સુધી કે સાયબર વર્લ્ડમાં સૌથી સુરક્ષિત ગણાતા જીમેલનો ઉપયોગ કરીને પણ ગઠિયાઓ ભારતીયોને બેવકુફ બનાવી રહ્યા છે.

જીમેલમાં એક ફીચર અપાયું છે, જેનો ઉપયોગ કરી સાઈબર ક્રિમિનલ્સ કરોડોના ફ્રોડને અંજામ આપી રહ્યા છે. આ ફીચર દ્વારા યૂઝર્સ જો ઈમેલ આઈડીમાં ડૉટ (.) લગાવવાનું ભૂલી જાય  તો પણ બધા ઈમેલ સાચા આઈડી પર જ પહોંચે છે.

આપણાં તમારામાંથી હજારો જીમેલ ગ્રાહકોને itgovt india કે પછી adhargovt india જેવા અનેક સરકારી મેઇલ આઇડી પરથી મેઇલ મળ્યા હશે.

જીમેલના આ ફીચરનો ફાયદો ઉઠાવીને સાઈબર ક્રિમિનલ્સ નકલી ટેક્સ રિટર્ન ભરવા, સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા, ઓનલાઈન સર્વિસીઝનો ટ્રાયલ પીરિયડ વધારવા અને ક્રેડિટ કાર્ડ ફ્રોડ જેવા ઘણા ગેરકાયદેસર કામો કરી રહ્યા છે.

આ ડૉટ ફીચરનો ઉપયોગ કરી સ્કેમર્સ યૂઝર્સના ક્રેડિટ કાર્ડની જાણકારી મેળવવામાં પણ સફળ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ ડોટ ફિચરનો ઉપયોગ કરીને સાયબર ગઠિયાઓ ઘણી જાણીતી વેબસાઈટ પર એકથી વધુ અકાઉન્ટ બનાવી તેનો પણ ખોટો ઉપયોગ પણ કરી અનેક લોકોને છેતર્યા છે.

કેવી રીતે કામ કરે છે આ ફીચર?

જીમેલનું આ ડૉટ ફીચર જ્યારે પણ યૂઝર્સ મેલ મોકલતા સમયે આઈડીમાં ડૉટ લગાવવાનું ભૂલી જાઓ કે પછી ભૂલથી ડૉટ લગાવી દો, તો પણ એ મેલ સાચા વ્યક્તિની પાસે જ પહોંચે. દાખલા તરીકે, જો કોઈ યૂઝર abc@gmail.com પર ઈમેલ મોકલવા ઈચ્છે, પરંતુ ભૂલથી તેણે આઈડીમાં એક ડૉટ (a.bc@gmailcom) જોડી દીધો, તો પણ એ ઈમેલ સાચા આઈડી પર જ પહોંચશે. એ જ રીતે, જો કોઈ યૂઝર (a.bc@gmail.com) પર મેલ મોકલવા ઈચ્છે છે, પરંતુ ભૂલથી તેણે ડૉટ વિના (abc@gmail.com) મેલ મોકલી દીધો છે, તો પણ મેલ સાચા આઈડી પર જશે.

કરોડોનું ફ્રોડ આચરી ચૂક્યા છે સાઈબર ક્રિમિનલરિપોર્ટસનું માનીએ તો સાઈબર ક્રિમિનલ્સના એક ગ્રુપે જીમેલના આ ડૉટ ફીચરનો ખોટો ઉપયોગ કરી લગભગ 46,53,400 લાખ રૂપિયાના ફ્રોડને અંજામ આપ્યો છે. એટલું જ નહીં, આ ગુનેગારોએ તેના દ્વારા 13 ટેક્સ રિટર્ન ભરવાથી લઈને, ઘણા એડ્રેસ ચેન્જ સર્વિસીઝનો ઉપયોગ પણ કર્યો છે. ડૉટ ફીચરનો ખોટો ઉપયોગ કરી સાઈબર ગુનેગાર બેરોજગારી ભથ્થાથી લઈને સરકાર દ્વારા ઉપલબ્ધ કરાતી ઘણી આર્થિક યોજનાઓનો લાભ પણ ઉઠાવી શકે છે.