PM મોદીની ભત્રીજીનું પર્સ અને મોબાઇલ છીનવીને છટકી ગયેલા એક સ્નેચર પોલીસના હાથમાં ચડી ગયો છે. પકડાયેલા ઝાપટમરનું નામ નનુ છે અને તેની પાસેથી PM મોદીની ભત્રીજી દમયંતીનું પર્સ અને મોબાઇલ ફોન મળી આવ્યા છે.
આપને જણાવી દઇએ કે, શનિવારે દમયંતી બેનને ( PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની પુત્રી) એલજી હાઉસથી થોડે દુરૂ જ આવેલા ગુજરાતી સમાજ ભવનના પગથિયા પાસે શનિવાર લૂંટારૂઓએ લૂંટી લીધા હતા અને સ્નેચર પર્સ-મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે દમયંતી બેન પરિવાર સાથે ઓલ્ડ દિલ્હી રેલ્વે સ્ટેશનથી ઓટો લઈને આવી હતી, ત્યારે સામેથી સફેદ સ્કૂટીમાં બે સ્નેચર્સ તેના હાથમાંથી પર્સ છીનલી ફરાર થઈ ગયાં હતા.
દમયંતી બેનની તેની બેગમાં આશરે 56 હજાર રૂપિયા, બે મોબાઇલ ફોન ઉપરાંત પાનકાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવાનું જણાવ્યું હતું. સિવિલ લાઇન્સ પોલીસે કેસ નોંધ્યો હતો અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કર્યા હતા, જેમાં સ્કૂટર સવાર લૂંટારુઓ નજરે પડે છે. અને મોડી રાત સુધીમાં તો પોલીસ આરોપી સુધી પહોંચી પણ ગઈ હતી.
હવે જો, આજ કિસ્સો ગુજરાતની કોઇ બીજી મહિલા કે વ્યક્તિ સાથે થયો હોત તો શું બીજે દિવસે 56 હજાર, બે મોબાઇલ સહિતનું પર્સ પાછું આવી જાત અને પોલીસ બીજે જ દિવસે લૂંટારુઓને પકડી પાડત ? તો આ વાત પરથી એવું કહી શકાય કે પોલીસ ધારે તો કોઇ પણ લૂંટનો ગુનો ગણતીરીની કલાકમાં ઉકેલી જ શકે છે. તો રાજ્યમાં અને દેશમાં આટલી લૂંટ અને સ્નેચીંગની ઘટના બને છે તે બધા ગુના આટલી ઝડપે જ ઉકેલાઇ જતા હશે ને ? કે પછી આમ, પોલીસ કાર્ય તોજ કરે જો તમે વડાપ્રધાનનાં સગા હો. બાકી તો આવા કિસ્સામાં બે-ચાર દિવસ પોલીસ FIR સુધા નોંધતી નથી.
આ વાત લોકોએ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે, કોઇ પણ રાજનેતા કે રાજનૈતિક હોદેદાર હોય તેને ત્યાં પ્રજાએ પહોંચાડ્યા છે. અને પ્રજા પોતાનું કામ કરાવવા માટે હકદાર છે. યાદ રાખવું અને સમયે સમયે યાદ આપાવવું ખુબ જરૂરી છે. જાગતે રહો………
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.