Not Set/ #INDvSA : ચોથા દિવસે વિરાટે રચ્યો ઇતિહાસ, પૂર્વનાં કોઇ પણ કેપ્ટન ન કરી શક્યા તે કર્યુ વિરાટે

પુણેમાં ભારત-દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તેની કપ્તાની હેઠળ નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમે કેપ્ટન કોહલીની બેવડી સદીની મદદથી 601 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 275 રનમાં સમેટાઇ ગઇ હતી. આ પછી, વિરાટે ટેસ્ટ મેચના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ ટીમને ફોલો-ઓન […]

Top Stories Sports
viratt #INDvSA : ચોથા દિવસે વિરાટે રચ્યો ઇતિહાસ, પૂર્વનાં કોઇ પણ કેપ્ટન ન કરી શક્યા તે કર્યુ વિરાટે

પુણેમાં ભારત-દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તેની કપ્તાની હેઠળ નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમે કેપ્ટન કોહલીની બેવડી સદીની મદદથી 601 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 275 રનમાં સમેટાઇ ગઇ હતી. આ પછી, વિરાટે ટેસ્ટ મેચના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ ટીમને ફોલો-ઓન આપ્યો હતો.  

સુકાની તરીકે વિરાટ કોહલી તેની 50 મી ટેસ્ટની કમાન સંભાળી રહ્યો હતો. કોહલીએ આ મેચમાં દક્ષિણ આફ્રિકાને ફોલો-ઓન આપીને ઇતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલી ટેસ્ટ ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકાને ફોલો-ઓન આપનારો પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિજેતા કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોની પણ આ કારનામું કરી શક્યા નથી. 

સાથે સાથે જ ભારત માટે ખાસ લક્કી ન ગણાતા પુણેનાં આ ગ્રાઉન્ડ પર પણ જીત મેળવી, પુણે ભારતને જીતવા દેવુ નથીનું પુણેનું કલંક પણ કોહલીની આગેવાનીમાં આજે ભૂંસાઇ ગયું છે.

ભારતે દક્ષિણ આફ્રિકા સામે માત્ર એક વખત ઇનિંગથી જીત મેળવી છે. મહેન્દ્રસિંહ ધોનીની અધ્યક્ષતામાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ઈનિંગ્સ અને 57 રનથી જીત મેળવી હતી, પરંતુ તેમને ફોલો-ઓન આપવાની તક મળી શકી ન હતી.

દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો એક ભાગ છે. હાલમાં ભારત આ ચેમ્પિયનશિપના કોષ્ટકમાં પ્રથમ ક્રમે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.