Not Set/ મોરબીમાં હત્યાનો ચાલુ રહેલો સિલસિલો, કારખાનામાંથી મહિલાની લાશ મળી

મોરબી, રાજ્યમાં છેલ્લા  થોડા સમયથી ચાલુ રહેલો હત્યાનો સિલસિલો મોરબી સુધી પહોંચ્યો છે.મોરબીમાં છેલ્લા અઠવાડિયામાં હત્યાના ત્રણ બનાવો બનતા ચકચાર મચી છે.હજુ હમણાં જ મોરબીના સર્કિટ હાઉસની પાછળ આવેલી બાંધકામની સાઇટ પર એક યુવતી પર રેપ કરીને તેની હત્યા કર્યા પછી હવે બીજી એક પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. મોરબીના વાંકાનેર નજીક ઢુંવા ચોકડી પાસે […]

Top Stories Gujarat Others
ad 5 મોરબીમાં હત્યાનો ચાલુ રહેલો સિલસિલો, કારખાનામાંથી મહિલાની લાશ મળી

મોરબી,

રાજ્યમાં છેલ્લા  થોડા સમયથી ચાલુ રહેલો હત્યાનો સિલસિલો મોરબી સુધી પહોંચ્યો છે.મોરબીમાં છેલ્લા અઠવાડિયામાં હત્યાના ત્રણ બનાવો બનતા ચકચાર મચી છે.હજુ હમણાં જ મોરબીના સર્કિટ હાઉસની પાછળ આવેલી બાંધકામની સાઇટ પર એક યુવતી પર રેપ કરીને તેની હત્યા કર્યા પછી હવે બીજી એક પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો.

મોરબીના વાંકાનેર નજીક ઢુંવા ચોકડી પાસે આવેલ બંધ હાલતમાં રહેલા સૂર્યા સીરામીક કારખાનાની ઓરડીમાંથી સાંજે પાંચ વાગ્યે એક મહિલાની લાશ મળી આવી હતી.મૂળ મધ્યપ્રદેશની 25 વર્ષની લક્ષ્મીબેન પીરુલાલ બાલાઈ  નામની પરણીતાંનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલિસ તપાસમાં એવું સામે આવ્યું છે કે મૃતક લક્ષ્મીબહેન અને તેનો પતિ આ બંધ સીરામીકના કારખાનામાં રહીને સફાઈ કામ કરતા હતા.શુક્રવારે સાંજે કારખાનામાં સફાઈ કરીને પતિ પત્ની બને પોતાની ઓરડીએ ગયા હતા.બાદમાં તેના પતિએ પોતાની પત્ની બેભાન થઈ ગયાની કારખાનાના શેઠને વાત કરી હતી.

વાંકાનેર પોલિસે લક્ષ્મીબહેનની લાશનો કબજો લઇને તેને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.લક્ષ્મીબહેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા પછી ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

લક્ષ્મીબહેનના ગળાના ભાગે કાળું નિશાન મળ્યું હતું.પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે તેને ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી હતી.

બનાવ સમયે ઓરડીમાં પતિ પત્ની બે જ હાજર હોવાથી તેનો પતિ પોલીસના શંકાના દાયરામાં હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે વાંકાનેર પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કે, આ બનાવ હત્યાનો છે અને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે.આ બનાવની વિવિધ દિશામાં તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.