Not Set/ WC: આજે ભારતની જોરદાર ટક્કર થશે ઓસ્ટ્રેલિયા સાથે

ઓવલ, ઓવલના ઐતિહાસિક મેદાન ખાતે આજે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થનાર છે. આ મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. વર્લ્ડ કપની હજુ સુધીની સૌથી રોચક મેચ પૈકીની એક મેચ તરીકે આ રહી શકે છે. પાંચમી જુનના દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને […]

Top Stories Sports

ઓવલ,

ઓવલના ઐતિહાસિક મેદાન ખાતે આજે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થનાર છે. આ મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. વર્લ્ડ કપની હજુ સુધીની સૌથી રોચક મેચ પૈકીની એક મેચ તરીકે આ રહી શકે છે.

પાંચમી જુનના દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કર્યા બાદ હવે તેની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે.
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની બંને મેચો જીતી છે. જે પૈકી ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ મેચમાં પહેલી જુનના દિવસે બ્રિસ્ટોલ ખાતે અફઘાનિસ્તાન પર જીત મેળવી હતી. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ છટ્ઠી જુનના દિવસે વેસ્ટ ઇÂન્ડઝ પર હાઇ સ્કોરિંગ મેચમાં જીત મેળવી હતી. જેથી ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓનો નૈતિક જુસ્સો પણ આસમાને છે.

ભારતીય ટીમ તરફથી પ્રથમ મેચમાં જ રોહિત શર્માએ સદી ફટકારી શાનદાર ફોર્મમાં હોવાની સાબિતી આપી દીધી છે. ધોનીએ પણ શાનદાર બેટિંગ કરી હતી. જો કે શિખર ધવન અને વિરાટ કોહલી નિષ્ફળ રહ્યા હતા.

જો કે આવતીકાલે આ બંને ખેલાડી પણ તેમના અસલ ફોર્મમાં રમે તેવી શક્યતા છે. બોલિંગમાં જશપ્રીત બુમરાહ પણ તમામ ચાહકોની નજર રહેશે. ઓસ્ટ્રેલિયા પાસે પણ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથ ઉપરાંત મેક્સવેલ જેવા સ્ટાર ખેલાડી છે.સાથે સાથે તેની પાસે સ્ટાર્ક, કમિન્સ જેવા બોલર પણ છે.
ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત કરતા ખુબ આગળ દેખાય છે. બંને દેશો વચ્ચે વનડે મેચોની વાત કરવામાં આવે તો 135 મેચો રમાઇ  છે. જે પૈકી ભારતે 49 અને ઓસ્ટ્રેલિયાએ 76 મેચોમાં જીત મેળવી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે પ્રથમ વનડે મેચ છઠ્ઠી ડિસેમ્બર 1980ના દિવસે રમાઇ હતી. જેમાં ભારતે 66 રને જીત મેળવી હતી. જ્યારે તેમની વચ્ચે છેલ્લી મેચ 13મી માર્ચ 2019ના દિવસે રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે 35 રને જીત મેળવી હતી.
આવી જ રીતે વર્લ્ડ કપમાં આ બંને ટીમો 11 વખત એકબીજાની સામે આવી છે. જે પૈકી ઓસ્ટ્રેલિયાએ પ્રભુત્વ જાળવી રાખીને ભારત પર આઠ મેચોમાં જીત મેળવી છે. ભારતે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચ 2011ના વર્લ્ડ કપમાં જીતી હતી.

આ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ ક્વાર્ટર ફાઇનલ હતી. ભારતે આ મેચ જીતીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરી હતી. વર્લ્ડ કપમાં બંને વચ્ચે છેલ્લી મેચ વર્લ્ડ કપ 2015માં રમાઇ હતી. સિડનીમાં ૨૬મી માર્ચના દિવસે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 95 રને જીત મેળવી હતી.મેચનુ પ્રસારણ આવતીકાલે ઓવલથી ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. બંને ટીમો નીચે મુજબ છે.
ઓસ્ટ્રેલિયા : આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ.

આંકડાઓ શું કહે છે…

ભારત-ઓસ્ટ્રેલિયા       કુલ મેચો
કુલ મેચો રમાઈ              135
ભારતની જીત                 49
ઓસ્ટ્રેલિયાની જીત         76
પરિણામ ન આવ્યા         10
છેલ્લી મેચ રમાઇ            13મી માર્ચ 2019

પ્રથમ મેચ રમાઇ             છ ડિસેમ્બર 1980

વર્લ્ડકપમાં મેચો

કુલ મેચો                  11

ઓસ્ટ્રેલિયાની જીત    08

ભારતની જીત          03

ભારતની છેલ્લી જીત 2011વર્લ્ડ કપ