આજે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે અને BSE સેન્સેક્સ 73500 ની નીચે સરકી ગયો છે. જ્યારે NSEનો નિફ્ટી 22,300ની નીચે સરકી ગયો છે. બીએસઈનો સેન્સેક્સ 89.43 પોઈન્ટ અથવા 0.12 ટકાના ઘટાડા સાથે 73,587 પર ખુલ્યો હતો અને એનએસઈનો નિફ્ટી 28.80 પોઈન્ટ અથવા 0.13 ટકાના ઘટાડા સાથે 22,327 પર ખુલ્યો હતો.
BSE સેન્સેક્સમાં આજે 30 માંથી 8 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 22 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. માર્કેટમાં ટોપ ગેનર કોટક મહિન્દ્રા બેંક છે અને તે 1.40 ટકા ઉપર છે. એક્સિસ બેન્ક 1.30 ટકા અને ICICI બેન્ક 1.27 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ કરી રહી છે. ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, નેસ્લે અને સન ફાર્માની સાથે HUL પણ વધતા શેરોમાં સામેલ છે. સવારે 9.55 વાગ્યે બેંકના શેર ફરી લીલા રંગમાં છે. એનટીપીસી, વિપ્રો, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ અને ટાટા સ્ટીલ આજે સેન્સેક્સમાં ટોચ પર છે. 30માંથી 22 શેરોમાં ઘટાડો છે અને બજાર લાલ નિશાનમાં છે.
વિદેશી બજારોમાં નબળા વલણ વચ્ચે, રોકાણકારોએ ગઈકાલે પસંદગીના શેર વેચ્યા હતા. જેના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 195.16 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ 30 શેરવાળો ઈન્ડેક્સ 0.26 ટકા ઘટીને 73677.13 પોઈન્ટ પર રહ્યો. MACD મુજબ આજે બજારમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાન્યુલ્સ ઈન્ડિયા અને પોલી મેડીક્યુરના શેરમાં મંદીનો સંકેત આપે છે. મતલબ કે હવે આ શેરો ઘટવા લાગ્યા છે. જ્યારે ટાટા મોટર્સ, ONGC, SBI, NTPC, મારુતિ સુઝુકી અને ICICI બેન્કના શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે. આ શેર્સ તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરને પાર કરી ગયા છે. આ આ શેર્સમાં તેજી દર્શાવે છે. કેટલાક શેરોમાં તેજી તો કેટલાકમાં મંદી જોવા મળે છે. તો જે શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે તેમાં Aavas Financiers, Timken India અને KRBLનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:આંદોલન/ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ,પોલીસ એલર્ટ મોડ પર
આ પણ વાંચો:હિમવર્ષા/હિમાચલમાં ભારે હિમવર્ષા, 17થી વધુ પર્યટકો ફસાયા બે મજૂરોના મોત
આ પણ વાંચો:સર્વે/આજે જો લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને મળશે માત્ર આટલી બેઠકો! જાણો