Ahmedabad-Murder/ અમદાવાદના અમરાઇવાડીમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા

અમરાઈવાડીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. મિત્રતાને મહામૂલી કહેવાય છે, પરંતુ અહીં તો મિત્રતા મોંઘી બની ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 58 અમદાવાદના અમરાઇવાડીમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા

અમદાવાદઃ આજકાલ નાની-નાની વાતોમાં આવીને કોઈની હત્યા કરવી સામાન્ય બની ગયું છે. લોકો બહુ જ ઝડપથી પોતાના મગજ પર અંકુશ ગુમાવી રહ્યા છે. તેમા પણ આ પ્રકારની હત્યા મિત્ર જ કરે ત્યારે તો વિશ્વાસ કોના પર કરવો તે મોટો સવાલ છે. અમરાઈવાડીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. મિત્રતાને મહામૂલી કહેવાય છે, પરંતુ અહીં તો મિત્રતા મોંઘી બની ગઈ છે. મિત્રતાની કિંમત જીવ આપીને ચૂકવી પડી છે.

અમદાવાદમાં જગદીશ સોલંકી નામના યુવાનની હત્યા થઈ છે. આ હત્યા પાછી બીજા કોઈએ નહીં પણ તેના મિત્રએ જ કરી છે. મિત્રએ ચાકુના ઘા ઝીંકીને મિત્રને મોતને ઘાટ ઉતાર્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી હાથ તપાસ કરી છે. હવે આ હત્યા કયા કારણસર કરવામાં આવી તેના માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને શંકા છે કે હત્યા પાછળ દારૂ પીવાની બાબત, નાણાકીય બાબત, ધંધાકીય લેણદેણ કે કૌટુંબિક વિવાદ કે કોઈ યુવતીનું પ્રેમપ્રકરણ હોઈ શકે છે. પોલીસ બધા પાસા પર વિચાર કરી રહી છે.

મિત્રએ જ મિત્રની હત્યા કરતા સમગ્ર અમરાઇવાડી વિસ્તારમાં સોંપો પડી ગયો છે. હવે લોકોના મગજમાં સવાલ ઉઠવા લાગ્યા છે કે આવી જ મિત્રતા હોય તો તેના પર ભરોસો કેટલો રાખવો. આ ચકચારજનક હત્યા પછી લોકો દુશ્મનો તો ઠીક હવે મિત્રોથી પણ અંતર રાખતા થઈ જાય તો નવાઈ ન પામતા. તેથી અહીં દોસ્ત દોસ્ત ન રહાની ઉક્તિ એકદમ ફિટ બેસે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ