રસીકરણ/ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા ખાનગી હોસ્પિટલ માટે વેકસીનના દર, મનસ્વી કિંમતો વસૂલ કરી શકશે નહીં

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા ખાનગી હોસ્પિટલ માટે વેકસીનના દર, મનસ્વી કિંમતો વસૂલ કરી શકશે નહીં

Top Stories India
corona 2 8 કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા ખાનગી હોસ્પિટલ માટે વેકસીનના દર, મનસ્વી કિંમતો વસૂલ કરી શકશે નહીં
  • ખાનગી હોસ્પિ.માં વેક્સિનના ચાર્જ જાહેર
  • કે.આરોગ્ય મંત્રાલયે વેક્સિનના દરની જાહેરાત
  • કોવિશિલ્ડ વેક્સિન માટે રૂ. 780 નો ચાર્જ
  • કોવેક્સિન માટે રૂ.1410નો ચાર્જ
  • સ્પુતનિક V માટે રૂ.1145નો ચાર્જ

રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીની ખરીદી અંગે કરવામાં આવી રહેલી ટીકા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે. દેશને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે  ભારત સરકાર રાજ્યો સાથે રસીકરણ સંબંધિત 25 ટકા કામ હતું તેની  પણ જવાબદારી નિભાવશે.

તેમણે કહ્યું કે આ સિસ્ટમ આવતા 2 અઠવાડિયામાં લાગુ કરવામાં આવશે. આ બે અઠવાડિયામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને નવી માર્ગદર્શિકા અનુસાર જરૂરી તૈયારીઓ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું, ‘અપેક્ષા છે કે 21 જૂનથી કેન્દ્ર સરકાર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રાજ્ય સરકારોને મફત રસી આપશે. કોઈ પણ રાજ્ય સરકાર રસી ઉપર કંઈ ખર્ચ કરશે નહીં.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાલમાં રસી ઉત્પાદકો દ્વારા જાહેર કરાયેલા ભાવોના આધારે ખાનગી હોસ્પિટલોમાં રસીના ભાવ નક્કી કર્યા છે. આ અંતર્ગત કોવિશિલ્ડ માટે 780 રૂપિયા, કોવાક્સિન માટે 1,410 રૂપિયા અને સ્પુટનિક વી માટે 1,145 રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. તે જ સમયે, રસી પર પણ 5% જીએસટી લાગૂ કરવામાં આવશે.

તેમણે જાહેરાત કરી, “દેશમાં બનાવવામાં આવતી 25 ટકા રસીઓ ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો દ્વારા સીધી લઈ શકાય છે, આ સિસ્ટમ ચાલુ રહેશે.  તેના દેખરેખનું કાર્ય ફક્ત રાજ્ય સરકારોનું રહેશે.

પીએમ મોદીએ કહ્યું કે દેશની કોઈ પણ રાજ્ય સરકારે રસી ઉપર કંઈ ખર્ચ કરવો પડશે નહીં. હજી સુધી દેશના કરોડો લોકોને નિશુલ્ક રસી મળી છે. હવે તેમાં 18 વર્ષની ઉંમરના લોકો પણ જોડાશે. ફક્ત ભારત સરકાર તમામ દેશવાસીઓને મફત રસી આપશે.