એશિયા કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ નિર્ણય તેના માટે મોંઘો સાબિત થયો હતો. શ્રીલંકાની આખી ટીમ 50 રન પર પેવેલિયન પરત ફરી હતી.
મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરીને 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, તો બીજી તરફ હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે એક વિકેટ લીધી હતી.
મેચમાં બંને ટીમોમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. વોશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપના ODI ફોર્મેટના ડિફેન્ડિંગ ચેમ્પિયનનો મુકાબલો ટુર્નામેન્ટના T20I ફોર્મેટના ડિફેન્ડિંગ ચેમ્પિયન સાથે થશે. ODI વર્લ્ડ કપ 2023 ની તૈયારી કરવા માટે, બંને ટીમો માટે તેને જીતવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉલ્લેનીય છે કે,ભારતે વર્ષ 1932માં ક્રિકેટ જગતમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ, 91 વર્ષના ઈતિહાસમાં આજ સુધી ભારતીય ક્રિકેટમાં એવો કોઈ બોલર જોવા મળ્યો નથી કે જેણે એક ઓવરમાં 4 વિકેટ લઈને વિપક્ષી ટીમને બરબાદ કરી હોય. ફાઇનલમાં સિરાજે 15 બોલમાં જ પોતાના પંજા ખોલી નાખ્યા અને શ્રીલંકાની ટીમને તબાહ કરી દીધી હતી.
આ પણ વાંચો: CWC/ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના નેતાઓએ આપી ખાસ સલાહ
આ પણ વાંચો: Monsoon Alert/ ગુજરાતમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી, 8 કલાકમાં 158 તાલુકામાં મેઘમહેર
આ પણ વાંચો: Asia Cup/ મોહમ્મદ સિરાજે બદલ્યો 91 વર્ષનો ઈતિહાસ, 1 ઓવરમાં 4 વિકેટ ઝડપી