Asia Cup/ મોહમ્મદ સિરાજે બદલ્યો 91 વર્ષનો ઈતિહાસ, 1 ઓવરમાં 4 વિકેટ ઝડપી

એશિયા કપ 2023ની ફાઈનલ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Asia Cup Top Stories Sports
Mantavyanews 33 1 મોહમ્મદ સિરાજે બદલ્યો 91 વર્ષનો ઈતિહાસ, 1 ઓવરમાં 4 વિકેટ ઝડપી

એશિયા કપ 2023ની ફાઈનલ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે મેદાનમાં પ્રવેશતાની સાથે જ ખરાબ પ્રદર્શન રહ્યુ હતું. ભારતીય ટીમ તરફથી આવતા પ્રહારની સાથે જ શ્રીલંકાને ધ્વસ્ત કરી નાખ્યું છે. યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાજે માત્ર 15 બોલમાં 5 વિકેટ લઈને 91 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો છે.

મોહમ્મદ સિરાજનો કહેર અહીં જ ન અટક્યો, તે પોતાની ત્રીજી ઓવર ફેંકવા આવ્યો અને કેપ્ટન દાસુન શનાકાને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો. ભારતે વર્ષ 1932માં ક્રિકેટ જગતમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ, 91 વર્ષના ઈતિહાસમાં આજ સુધી ભારતીય ક્રિકેટમાં એવો કોઈ બોલર જોવા મળ્યો નથી કે જેણે એક ઓવરમાં 4 વિકેટ લઈને વિપક્ષી ટીમને બરબાદ કરી હોય. ફાઇનલમાં સિરાજે 15 બોલમાં જ પોતાના પંજા ખોલી નાખ્યા અને શ્રીલંકાની ટીમને તબાહ કરી દીધી.

ઉલ્લેખનિય છે કે, ભારત અને શ્રીલંકા બંનેએ સુપર ફોરમાં બે-બે જીત નોંધાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 228 રને જીત સાથે રાઉન્ડની શરૂઆત કરી હતી, ત્યારબાદ શ્રીલંકા સામે 41 રને જીત મેળવી હતી. બાંગ્લાદેશે શુક્રવારે સાંજે ભારતને છ રનથી હરાવ્યું હતું.

આ પણ વાંચો: કરુણાંતિકા/ જામનગરમાં પુત્રના મોતના સમાચાર સાંભળીને માતાએ પણ છોડ્યા પ્રાણ

આ પણ વાંચો: Indian Army/ જમ્મુ-કાશ્મીરમાં પાંચમાં દિવસે પણ આતંકીઓ વિરુદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

આ પણ વાંચો:

Ganesh Chaturthi 2023/ ગણેશ ચતુર્થી પર બાપ્પાને ચઢાવો આ 5 પ્રકારના મોદક, જોતા જ મોઢામાં આવી જશે પાણી